Photo of Sun Flower Bread by JYOTI BHAGAT PARASIYA at BetterButter
650
5
0.0(1)
0

Sun Flower Bread

Jun-25-2018
JYOTI BHAGAT PARASIYA
10 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • ભારે
  • બેકિંગ
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 3

  1. ૨ કપ મૈદો
  2. ૧ નાની ચમચી ડ્રાય યીસ્ટ
  3. ૧ ચમચી શક્કર
  4. ૨ ચમચી બટર
  5. નમક સ્વાદમૂજબ
  6. ૧ ચમચી લસણ ની પેસ્ટ
  7. પાણી અવશ્યકતામુજબ
  8. ભરાવન ની સામગ્રી
  9. ૧/૨ કપ ખમણેલું પનીર
  10. ૧/૨ કપ ખમણેલું ચીઝ
  11. ૧/૨ ચમચી મિક્સ હર્બસ
  12. ૧ ચમચી લસણ અને લીલા મરચાં ની પેસ્ટ
  13. નમક સ્વાદાનુસાર
  14. અન્ય સામગ્રી
  15. ૧/૨ ચમચી કાળા તલ
  16. ૧ ચમચી બટર બ્રેડ પર લગાડવા માટે
  17. ૧/૨ ચમચી કેચપ તલ ચોંટાડવા માટે.

સૂચનાઓ

  1. સર્વ પ્રથમ ૧/૨ કપ નવશેકા પાણી માં યીસ્ટ અને શક્કર ઉમેરી મિક્સ કરી લો.
  2. આ મિશ્રણ મેં ઢાંકી ને ૧૦ મિનિટ માટે ગરમ જગ્યા પર મૂકો.
  3. ત્યાં સુધી એક મોટા મિક્સિંગ બાઉલ માં મૈદો,બટર,નમક લસણ પેસ્ટ ઉમેરી મિક્સ કરી લ્યો.
  4. ૧૦ મિનિટ બાદ આપ જોશો યીસ્ટ મિશ્રણ ફૂલી ગયું હશે.
  5. હવે આ મિશ્રણ ને મેંદા માં ઉમેરો.
  6. ધીરે ધીરે પાણી ઉમેરી રોટલી જેવો લોટ બાંધી લો.
  7. લોટ ને ઢાંકી ને ૧ થી ૧ ૧/૨ કલાક ગરમ જગ્યા ઉપર મૂકી દો.
  8. હવે ભરાવન માટે મિક્સિંગ બોલ માં બધી સામગ્રી ઉમેરી બરાબર હલાવી લો.
  9. ભરાવન ને એક કિનારે મૂકી દો.
  10. ૧ કલાક બાદ લોટ ફૂલી ગયો હશે( થોડો ઓછો ફુલયો હોય તો ૧/૨ કલાક હજુ રાહ જુવો)
  11. બેકિંગ ટ્રે ને બટર લગાડી ગ્રીસ કરી લો.
  12. હવે લોટ માંથી ૨ ભાગ કરો.
  13. એક ભાગ ને કોરા લોટ માં રગદોળી પિઝા બેસ થી થોડો મોટો એવો રોટલો વણી લો.
  14. આ રોટલા ને બેકિંગ ટ્રે માં રાખો.
  15. તેના ઉપર સ્ટફિંગ ફેલાવો(કિનારી ખાલી રાખવી)
  16. તેવી જ રીતે બીજો રોટલો વણી સ્ટફિંગ પર સેટ કરો.
  17. હવે ગોળાકાર પ્લેટ ની મદદ થી બરાબર ગોલ આકાર આપો.કિનારી ને ટેરવા થી થોડી દબાવી લો.
  18. મધ્ય ભાગ માં ગ્લાસ રાખી થોડું દબાણ આપી ગોલ નિશાન બનાવો.
  19. હવે ૪ સાઈડ માં એક એક કાપા મારો.(મધ્ય વાળો ગોળ શેપ ની ઉપર નહીં)
  20. હવે તે કાપા ની મધ્ય જગ્યા માં એક એક કાપ મારો.
  21. વધેલી જગ્યા માં ત્રણ ત્રણ કાપ મારો.
  22. એક એક ભાગ ને હલકો ઊંચો કરી થોડો વાળી લો.
  23. બધા ભાગ એવી જ રીતે વાળો.
  24. મધ્ય ભાગ માં સોસ લગાવી તલ ભભરાવો.
  25. બ્રેડ ને ઢાંકી ૩૦ મિનિટ ગરમ જગ્યા પર મૂકો.
  26. ૩૦ મિનિટ બાદ પ્રિહિતેડ ઓવન માં બ્રેડ ને ૧૮૦ ડિગ્રી પર ૨૫ મિનિટ સુધી બેક કરો.
  27. ૨૫ મિનિટ બાદ બ્રેડ પર બટર લગાડો.
  28. આપણી ગરમ ગરમ સનફલાવર બ્રેડ તૈયાર છે.
  29. હલકી ફુલકી ભૂખ માં ચા.કોફી અથવા કેચપ સાથે સર્વ કરો.

સમીક્ષાઓ (1)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
Rina Joshi
Sep-20-2018
Rina Joshi   Sep-20-2018

Superb Speechless

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર