હોમ પેજ / રેસિપી / દૂધી નો ઓળો(ભરતું)

Photo of Doodhi Nu Bhartu by Apeksha's Kitchen at BetterButter
1259
5
0.0(0)
0

દૂધી નો ઓળો(ભરતું)

Jun-26-2018
Apeksha's Kitchen
15 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

દૂધી નો ઓળો(ભરતું) રેસીપી વિશે

કેટલાક લોકો ને રીંગણ નું ભરતું નથી ભાવતું તો કેટલાક ઉનાળામાં રીંગણ નથી ખાતા આવા સમયે આ દૂધી નું ભરતું એક સારો વિકલ્પ છે ખુબજ સ્વાદિષ્ટ લાગે છે આ શાક જરૂર થી બનાવવા પ્રયત્ન કરજો.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • બીજા
  • ગુજરાત
  • બાફવું
  • સાંતળવું
  • મુખ્ય વાનગી
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. 250 ગ્રામ દૂધી
  2. 1/2 વાટકી વટાણા
  3. 3 ચમચી તેલ
  4. 1/2 ટી.સ્પૂન રાઈ
  5. 1/2 ટી.સ્પૂન જીરું
  6. 1/2 ટી.સ્પૂન હીંગ
  7. 1 નાની ચમચી લસણની પેસ્ટ
  8. 1 ડુંગળી ઝીણી સમારેલી
  9. 2 લીલા મરચાં ઝીણા સમારેલા
  10. 1 ટમાટર સમારેલુ
  11. 1/2 ટી.સ્પૂન હળદર
  12. 1 ટી.સ્પૂન લાલ મરચું
  13. 1 અને 1/2 ટી.સ્પૂન ધાણાજીરું
  14. 1/2 નાની ચમચી ગરમ મસાલો
  15. મીઠું સ્વાદ પ્રમાણે
  16. કોથમીર 1 ટે.સ્પૂન સમારેલી

સૂચનાઓ

  1. સૌ પ્રથમ દૂધી ને છોલી તેના મોટા ટુકડા કરી વરાળે બાફી લો.
  2. બફાઈ જાય એટલે તેને બારીક મેશ કરી લો.
  3. હવે ગેસ પર એક પેન માં તેલ ગરમ કરો તેમા રાઈ ઉમેરો. રાઈ ફૂટે એટલે જીરું અને હીંગ નાખો.
  4. હવે તેમા લસણની પેસ્ટ નાખી સાતળી લો અવે તેમા ડુંગળી ઉમેરો ડુંગળી સાથે વટાણા પણ ઉમેરી દો. ડુંગળી ગુલાબી રંગની થઈ જાય અને વટાણા ચઢી જાય પછી મસાલા ઉમેરો.
  5. હળદર, લાલ મરચું, ધાણાજીરું, ગરમ મસાલો અને મીઠું નાખી મસાલો બરાબર સાંતળી લો. ત્યાર બાદ તેમાં સમારેલુ ટમાટર નાખો.
  6. ટામેટું ગળી જાય પછી બાફીને ક્રશ કરેલી દૂધી નાખો તેને 5 થી 7 મિનિટ થવાદો.
  7. છેલ્લા તેમાં કોથમીર નાખો તૈયાર છે દ્દૂધી નું ભરતું .

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર