હોમ પેજ / રેસિપી / પનીર સ્વીટકોનૅ મસાલા

Photo of Paneer sweetcorn masala by Apeksha's Kitchen at BetterButter
198
1
0.0(0)
0

પનીર સ્વીટકોનૅ મસાલા

Jun-29-2018
Apeksha's Kitchen
15 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પનીર સ્વીટકોનૅ મસાલા રેસીપી વિશે

ચોમાસા માટે આ વાનગી એકદમ પરફેક્ટ છે

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • ડીનર પાર્ટી
  • પંજાબી
  • ધીમે ધીમે ઉકાળવું
  • બાફવું
  • સાંતળવું
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 1 આખી અમેરિકન મકાઈ
  2. 100 ગ્રામ પનીર
  3. 2 ચમચી તેલ
  4. 1 ચમચી બટર
  5. 2 મોટી ડુંગળી ઝીણી સમારેલી
  6. 4 ટમેટા ની પેસ્ટ
  7. 1 ચમચી આદુલસણ ની પેસ્ટ
  8. 2 ચમચી લાલ મરચું
  9. 1 1/2 ચમચી ધાનાજીરુ
  10. 1/2 ચમચી હળદર
  11. 1/2 ચમચી ગરમ મસાલો
  12. 1 ચમચી પંજાબી ગરમ મસાલો
  13. મીઠું સ્વાદ પ્રમાણે
  14. 1/2 ટી-સ્પુન ખાંડ
  15. 1/2 વાટકી કાજૂ મગજતરીની પેસ્ટ
  16. 1 ચમચી કસુરી મેથી
  17. 1 ક્યૂબ ચીઝ
  18. કોથમીર ઝીણી સમારેલી

સૂચનાઓ

  1. મકાઈ ને છોલી તેમાં મીઠું અને હળદર નાખી બાફી લો. પનીર ના નાના ટુકડા કરી લો.
  2. એક પેન માં તેલ અને બટર નાખો. તેમાં ડુંગળી નાખી ગુલાબી થાય ત્યાં સુધી સાંતળી લો. તેમાં આદુલસણ ની પેસ્ટ નાખી સાતળી લો
  3. હવે તેમા લાલ મરચું, ધાનાજીરુ, ગરમ મસાલો, હળદર, મીઠું નાખી મસાલો શેકી લો.
  4. તેમા ટમેટા ની પેસ્ટ એડ કરો અને તેલ છૂટું પડે ત્યાંર સુધી સાંતળી લો. હવે તેમાં પંજાબી ગરમ મસાલો અને કાજુ ની પેસ્ટ એડ કરો. ગ્રેવી ને બરાબર સાંતળી લો. થોડુંક પાણી નાખીને સારી રીતે મિક્સ કરો.
  5. તેમાં ખાંડ અને કસુરી મેથી નાખો. હવે તેમાં એક ચીઝ ક્યુબ છીણી ને નાખવું.
  6. બાફેલી મકાઈના દાના અને પનીર નાખી દો. જો ગ્રેવી ઘટ્ટ લાગે તો થોડું પાણી એડ કરી શકાય.
  7. કોથમીર અને છીણેલુ પનીર નાખી ગરમાગરમ પીરસવું.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર