હોમ પેજ / રેસિપી / શામ સવેરા

Photo of Sham savera by Urvashi Belani at BetterButter
453
3
0.0(0)
0

શામ સવેરા

Jun-29-2018
Urvashi Belani
10 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

શામ સવેરા રેસીપી વિશે

આ રેસીપી માં શામ એટલે પાલક અને સવેરા એટલે પનીર ....પાલક માં પનીર ભરી ને કોફતા બનાવી રેડ ગ્રેવી સાથે સર્વ કર્યું છે.

રેસીપી ટૈગ

  • મુખ્ય વાનગી

સામગ્રી સર્વિંગ: 4

  1. કોફતા બનાવવા માટે:
  2. પાલક ની લેયર માટે
  3. 250ગ્રામ પાલક
  4. 2 બ્રેડ ની સ્લીસેસ
  5. સ્વાદાનુસાર નમક
  6. પનીર નું પૂરણ માટે:
  7. 50ગ્રામ પનીર
  8. સ્વાદાનુસાર નમક
  9. 1/4 ચમચી સફેદ મરચું પાવડર
  10. 2થી3 ટીપાં લીંબુ નો રસ
  11. ગ્રેવી માટે:
  12. 2-3ચમચા તેલ
  13. 1/2ચમચી જીરું
  14. આખા મસાલા(લવિંગ, તજ,તેજપાન, ઈલાયચી)
  15. 2 ડુંગળી ની પેસ્ટ
  16. 2 ટામેટા ની પેસ્ટ
  17. 1 ચમચી વાટેલા આદુ લસણ મરચા
  18. 1 ચમચી લાલ મરચુ
  19. 1/2 ચમચી ધાણા પાવડર
  20. સ્વાદાનુસાર નમક
  21. 1/2 ચમચી કિચેન કિંગ મસાલો
  22. 1/2 ચમચી ગરમ મસાલો
  23. 1/4 ચમચી કસૂરી મેથી
  24. 2 ચમચી દહીં
  25. 1/4,કપ કાજુ અને મગજતરી ના બીજ ની પેસ્ટ
  26. લીલા ધાણા

સૂચનાઓ

  1. પાલક ને ધોઈ ને ઉકળતા પાણી માં નાખી ગેસ બંદ કરો ,2 મિનિટ પછી પાણી માંથી કાઢી બરાબર નિચોડી ને પાણી કાઢવું.
  2. હવે તેમાં બ્રેડ અને નમક નાખી બરાબર મિક્ષ કરી લો.
  3. પનીર ને છીણી ને બધી સામગ્રી ભેગી કરી દો.
  4. પાલક નું થોડું મિશ્રણ લઈ તેમાં પનીર ભરી નેપેક કરી ગોળ કોફતા નો આકાર આપો. પછી ગરમ તેલ માં તળી દો.
  5. ગ્રેવી માટે તેલ ગરમ કરી તેમાં જીરું અને આખો મસાલો નાખી ડુંગળી ની પેસ્ટ નાખી સાંતળો.1 મિનિટ પછી વાટેલો મસાલો નાખી ગોલ્ડન રંગ આવે ત્યારે ટામેટા અને સૂકા મસાલા નાખો.
  6. ગ્રેવી તેલ છોડે પછી દહીં અને કાજુ-મગજ ની પેસ્ટ નાખી મિક્સ કરો.
  7. જરૂરિયાત મુજબ પાણી નાખી5 મિનિટ ઘીમાં તાપે ઢાંકી ને રાખો. .
  8. સર્વિંગ પ્લેટ માં કોફ્તા ને વચ્ચે થી કાપી ને મુકો. તેના પર ગ્રેવી નાખી લીલા ધાણા અને ગરમ મસાલો નાંખી સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર