હોમ પેજ / રેસિપી / લૌકિ યખની

Photo of Lauki yakhni by Kamal Thakkar at BetterButter
282
0
0.0(0)
0

લૌકિ યખની

Jun-29-2018
Kamal Thakkar
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

લૌકિ યખની રેસીપી વિશે

આ એક કાશ્મીરી ડીશ છે,જેમાં દૂધી ને દહીં ની ગ્રેવી માં બનાવેલ છે.લસણ ડુંગરી વગર ની એક સ્વાદિષ્ટ ડીશ.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ડીનર પાર્ટી
  • જમ્મુ અને કાશ્મીર
  • ધીમે ધીમે ઉકાળવું
  • સાઈડ ડીશેસ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. દૂધી ૨૦૦ ગ્રામ
  2. દહીં ૧ કપ
  3. સરસવ નું તેલ ૨ ટેબલ સ્પૂન
  4. જીરું ૧ ટી સ્પૂન
  5. લવિંગ ૪
  6. તજ ૧ ટુકડો
  7. મોટી એલચી ૧
  8. મરી ૬૫
  9. હિંગ ૧/૪ ટી સ્પૂન
  10. વરિયાળી નો પાવડર ૧ ટી સ્પૂન
  11. સૂંઠ ૧/૨ ટી સ્પૂન
  12. મીઠું સ્વાદાનુસાર
  13. લીલા ધાણા

સૂચનાઓ

  1. દૂધી ને ધોઈને લાંબા ટુકડા કરો.લાંબી અને પાતળી દૂધી હોય તો ગોળ ટુકડા પણ કરાય.
  2. એક પેન માં સરસવ નું તેલ લો અને દૂધી ના ટુકડા નાખીને તળી લો.
  3. ગોલ્ડન થાય જય એટલે કાઢી લેવા.
  4. હવે તેલ માં જીરું અને થોડા ફૂટેલા લવિંગ,એલચી,મારી તથા તાજ ઉમેરો.
  5. હિંગ પણ નાખો.
  6. ફેંટેલું દહીં નાખો અને સતત હલાવો જેથી દહીં ફાટી ના જાય.
  7. સેજ ઉકળે એટલે વરિયાળી અને સૂંઠ પાવડર ઉમેરો.
  8. ૧/૨ કપ પાણી અને મીઠું ઉમેરીને ઉકળવા દો.
  9. હવે દૂધી ના ટુકડા નાખો ને ૨ મિનિટે ઢાંકીને ચડાવો.
  10. છેલ્લે લીલા ધાણા નાખીને ગરમ ગરમ કાશ્મીરી બિરયાની,જીરા રાઈસ અથવા રોટલી જોડે પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર