હોમ પેજ / રેસિપી / પનીર મહારાજા

Photo of Paneer maharaja by Apeksha's Kitchen at BetterButter
1652
4
0.0(0)
0

પનીર મહારાજા

Jul-02-2018
Apeksha's Kitchen
10 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પનીર મહારાજા રેસીપી વિશે

પંજાબ ની ખુબ સ્વાદિષ્ટ વાનગી છે. જેની ગ્રેવી ખૂબ રીચ હોય છે. બજાર જેવી સબ્જિ અવે ઘરમાં જ બનાવો.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • ડીનર પાર્ટી
  • પંજાબી
  • શેકેલું
  • સાંતળવું
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 200 ગ્રામ પનીર મોટા ક્યૂબ માં કાપેલુ
  2. ગ્રેવી માટે
  3. 2 ડુંગળી મોટી સમારેલી
  4. 4 ટમેટા મોટા સમારેલા
  5. 5,6 કળી લસણ
  6. 1 મોટો ટુકડો આદુ
  7. 2 તમાલપત્ર
  8. 3,4 લવિંગ
  9. 2,3 ઈલાયચી
  10. સબ્જિ બનાવવા માટે
  11. 3 ચમચી બટર
  12. 1/2 કપ કાજુ ની પેસ્ટ
  13. 1/4 કપ ક્રિમ
  14. 2 ટી-સ્પુન લાલ મરચું
  15. 1/2 ટી-સ્પુન હળદર
  16. 1 1/2 ટી-સ્પુન ધાનાજીરુ
  17. 1 ટી-સ્પુન ગરમ મસાલો
  18. મીઠું સ્વાદ પ્રમાણે
  19. 1/2 ટી-સ્પુન ખાંડ
  20. 1 ચમચી કસુરી મેથી
  21. કોથમીર ઝીણી સમારેલી

સૂચનાઓ

  1. સૌપ્રથમ એક પેન માં તેલ નાખી પનીર ના ટુકડા તળીલો.
  2. એજ પેન માં ડુંગળી, ટમેટા, આદુ, લસણ અને બધા ખડા મસાલા ને 5 મિનિટ માટે ફ્રાય કરી લો. ઠંડુ થાય એટલે મિક્સરમાં ક્રશ કરીને પેસ્ટ બનાવી લો.
  3. હવે પેન બટર નાખો. બટર પીગળે એટલે તેમા રફલિ ચોપ ડુંગળી નાખી ગુલાબી થાય ત્યાં સુધી સાંતળી લો. હવે તેમાં ડુંગળી ટમેટા ની પેસ્ટ એડ કરો.
  4. એક વાટકી મા બધા મસાલા લઈ તેમાં થોડું પાણી એડ કરી પેસ્ટ જેવું બનાવો. ડુંગળી ટમેટા ની પેસ્ટ સંકળાય એટલે તેમા બનાવેલી મસાલાની પેસ્ટ એડ કરીદો મીઠું અને ખાંડ નાખી તેલ છૂટું થાય ત્યાં સુધી સાંતળી લો.
  5. હવે તેમાં કાજુ ની પેસ્ટ એડ કરો અને 2 મિનિટ માટે સાંતળી લો. હવે તેમાં ક્રિમ નાખો. પનીર અને કસુરી મેથી એડ કરો. છેલ્લા કોથમીર નાખી ગેસ બંધ કરીદો.
  6. તૈયાર છે પનીર મહારાજા ગરમાગરમ તંદુરી રોટી સાથે સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર