હોમ પેજ / રેસિપી / ગુંદા રવૈયા

Photo of Gunda ravieya by Dipika Ranapara at BetterButter
0
1
0(0)
0

ગુંદા રવૈયા

Jul-02-2018
Dipika Ranapara
15 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ગુંદા રવૈયા રેસીપી વિશે

ગુજરાતી ભોજન ગુંદા ના વિવિધ અથાણાં અને સ્વાદિષ્ટ શાક બનાવવા માટે થાય છે. કાઠિયાવાડી ગુંદા રવૈયા નું શાક બહુ સ્વાદિષ્ટ લાગે છે.ગુંદા ને છાસ મા બાફી ને શાક બનાવી ઉપયોગમાં લેવામાં આવે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • ભારે
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • બાફવું
  • સાંતળવું
  • મૂળભૂત વાનગીઓ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 250 ગ્રામ ધોઇને કોરો કરેલ ગુંદા
  2. 500 મિલી છાસ
  3. 1ચમચી રાઇ
  4. ચપટી હિંગ
  5. 1ચમચી લાલ મરચું
  6. 1/2ચમચી હળદર
  7. 1ચમચી ધાણાજીરુ
  8. મીઠું સ્વાદ અનુસાર
  9. *ભરવા માટે મસાલો:
  10. 1વાટકી ચણાનો લોટ
  11. 2 ચમચા સીંગદાણા નો ભૂકો
  12. 1ચમચી વાટેલું લસણ
  13. મીઠું સ્વાદ અનુસાર
  14. 1/2ચમચી મરચું
  15. 1/4 ચમચી હળદર
  16. 1ચમચી ધાણાજીરુ
  17. 1/2ચમચી ખાંડ
  18. 1/4 લીંબુનો રસ
  19. 1/2ચમચી ગરમ મસાલો
  20. ઝીણી સમારેલી કોથમીર

સૂચનાઓ

  1. સૌ પ્રથમ એક પેન માં છાસ અને ગુંદા નાખી 10 મીનીટ સુધી ગેસ પર રાખીને ઊકળો.
  2. ઠરે પછી ગુંદા ને દસ્તા થી ટીપી ઠળિયા કાઢી નાખો.
  3. એક કડાઈ માં 1ચમચી તેલ ગરમ કરી તેમાં ચણા ના લોટ ને આછા ગુલાબી રંગનો શેકી ને તેમાં સીંગદાણા નો ભૂકો,મીઠું સ્વાદ પ્રમાણે,મરચું,હળદર,ધાણાજીરુ,ગરમ મસાલો,વાટેલું લસણ , લીંબુ-ખાંડ અને ઝીણી સમારેલી કોથમીર નાખી બરાબર હલાવી લો અને ઠંડું થવા દો. અને ગુંદા ભરી લેવા.
  4. એક પેન માં તેલ ગરમ કરી તેમાં રાઇ નાખો અને હિંગ નાખો ત્યાર બાદ ભરેલા ગુંદા નાખી સાંતળો.
  5. મીઠું સ્વાદ અનુસાર, મરચું, હળદર, ધાણાજીરુ નાખી બરાબર હલાવી લો અને ઢાંકી 2 મીનીટ સુધી ચડવા દો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર