રાજવાડી ખીચડી | Rajwadi Khichdi Recipe in Gujarati

ના દ્વારા Krupa Shah  |  2nd Jul 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of Rajwadi Khichdi by Krupa Shah at BetterButter
રાજવાડી ખીચડીby Krupa Shah
  • તૈયારીનો સમય

    35

    મીની
  • બનાવવાનો સમય

    25

    મીની
  • પીરસવું

    5

    લોકો

18

0

રાજવાડી ખીચડી વાનગીઓ

રાજવાડી ખીચડી Ingredients to make ( Ingredients to make Rajwadi Khichdi Recipe in Gujarati )

  • ૧ & ૧/૨ કપ ચોખા ધોઈને ૨૦ મિનિટ પલાળેલા
  • ૧/૪ કપ ફણગાવેલા મગ
  • ૧/૨ કપ મગ ની દાળ ધોઈને ૨૦ મિનિટ પલળેલી
  • ૧/૨ કપ સમારેલા શાકભાજી (ડુંગળી,ગાજર અને બટેટા)
  • ૩ મોટી ચમચી ટૂટી ફ્રુટી
  • ૩ મોટી ચમચી કાજુ અને કિશમિશ
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • વઘાર માટે:
  • ૨ મોટા ચમચા તેલ
  • ૨ મોટા ચમચા ઘી
  • ૧/૨ નાની ચમચી રાઈ
  • ૩-૪ કાળા મરી
  • ૧ તમાલ પત્ર
  • ૨-૩ લવિંગ
  • ૨ તજ ના ટુકડા
  • સુકા મસાલા:
  • ચપટી હિંગ
  • ૧/૨ નાની ચમચી હળદર પાવડર
  • ૧/૨ નાની ચમચી ગરમ મસાલો
  • ૨ નાની ચમચી ખીચડી મસાલો

How to make રાજવાડી ખીચડી

  1. દાળ અને ચોખા છુટા પલાળીને રાખી લો.
  2. એક નોન-સ્ટિક પેન માં તેલ અને ઘી લઈ ગરમ કરી લો.
  3. તેમાં રાઈ, મરી, તમાલ પત્ર, લવિંગ, તજ, મીઠો લીમડો ઉમેરો.
  4. રાઈ ફૂટે પછી શાકભાજી ઉમેરી થોડું પાણી નાખીને ૧૦-૧૨ મિનિટ માટે ચઢવા દો.
  5. હવે તેમાં સુકા મસાલા, પલાળેલા ચોખા અને દાળ નાંખી દો.
  6. મીઠું અને ફણગાવેલા મગ પણ ઉમેરી દો.
  7. પ્રમાણસર પાણી ઉમેરી ને ચડવા દો.
  8. થોડી વાર પછી એમાં ૨ ચમચી ટુટ્ટી ફ્રુટટી અને ૨ ચમચી કાજુ અને કિશમિશ ઉમેરી દો.
  9. ખીચડી બરાબર ચઢી જાય પછી તેના પર બાકીના ટૂટીફ્રુટી, કાજુ ,કિશમિશ થી સજાવો.
  10. તૈયાર રાજવાડી ખીચડી ને પાપડ અને મસાલા દહીં સાથે પીરસો.

Reviews for Rajwadi Khichdi Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો