હોમ પેજ / રેસિપી / મેથી પાપડ કાંદાનું શાક

Photo of Methi papad onion sabji by Pragna Mistry at BetterButter
1086
2
0.0(0)
0

મેથી પાપડ કાંદાનું શાક

Jul-05-2018
Pragna Mistry
5 મિનિટ
તૈયારી નો સમય
12 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મેથી પાપડ કાંદાનું શાક રેસીપી વિશે

રાતના વાળુ મા લઈ શકાય ઝટપટ બની જાય એવી વાનગી

રેસીપી ટૈગ

  • વેજ
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • મુખ્ય વાનગી
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. 4-5 નંગ મોટા અડદ ના પાપડ નાના ટુકડા કરેલા
  2. 2 મીડીયમ સાઈઝ કાંદા બારીક કાપેલા
  3. 1 Tbsp મેથી દાણા
  4. 2 Tbsp તેલ
  5. લાલ મરચું પાવડર સ્વાદ મુજબ
  6. હળદર જરૂર મુજબ
  7. 1 Tbsp ધાણાજીરૂ પાવડર
  8. મીઠુ સ્વાદ મુજબ
  9. પાણી 1 ગ્લાસ/ જરૂર મુજબ

સૂચનાઓ

  1. બારીક કાપેલા કાંદા, પાપડ ના ટુકડા અને મેથી દાણા બધું એક પ્લેટ મા તૈયાર કરી રાખવું
  2. કડાઈ માં તેલ ગરમ કરવા મૂકવુ. તેલ ગરમ થાય એટલે પાપડના ટુકડા નાખી સાંતળી લેવા
  3. પાપડ થોડા સંતળાય એટલે એમાં મેથી નાખી જરાક લાલાશ પડતી થાય એટલે કાંદા નાખી સાંતળવા .
  4. સ્વાદ મુજબ લાલ મરચુ મીઠુ હળદર નાખવા.
  5. બધું સરખુ મિક્સ કરી 1ગ્લાસ પાણી ઉમેરવું ધાણાજીરુ ઉમેરવુ
  6. ધીમા તાપે ઢાંકીને 10મીનીટ ચડવા દેવું
  7. જુવારના રોટલા સાથે આ શાક મસ્ત લાગે છે ...

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર