હોમ પેજ / રેસિપી / નવરત્ન કોરમાં

Photo of Navratna korma by Kamal Thakkar at BetterButter
494
2
0.0(0)
0

નવરત્ન કોરમાં

Jul-06-2018
Kamal Thakkar
15 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

નવરત્ન કોરમાં રેસીપી વિશે

આ એક મુઘલાઈ શાક છે જેમાં ૯ જાત ના શાક ને મેવા વપરાય છે.ઘરે કોઈ પણ ખાસ પ્રસંગ પાર આ બનવાને તમારા મહેમાનો નું દિલ જીતી શકાય:blush:

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ડીનર પાર્ટી
  • મુગલાઈ
  • સાંતળવું
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. ફૂલકોબી ૧/૨ કપ
  2. લીલા વટાણા ૧/૪ કપ
  3. બટાકા ૧ મધ્યમ
  4. સિમલા મરચા ૧/૪ કપ
  5. ગાજર ૧/૪ કપ
  6. પનીર ૫૦ ગ્રામ
  7. ફણસી ૧૦-૧૨
  8. કાજુ ૨ ટેબલ સ્પૂન
  9. મખાના ૨ ટેબલ સ્પૂન
  10. ગ્રેવી માટે:
  11. તેલ ૧ ટેબલ સ્પૂન
  12. માખણ ૧ ટેબલ સ્પૂન
  13. લવિંગ ૪
  14. કાળા મરી ૬
  15. તજ ૧ ઇંચ
  16. એલચો ૧
  17. જીરું ૧ ટી સ્પૂન
  18. હિંગ ૧/૪ ટી સ્પૂન
  19. ખસખસ ૧ ટી સ્પૂન
  20. મગજતારી ના બી ૧ ટી સ્પૂન
  21. બદામ ૧૦
  22. કાજુ ૧૦
  23. ટામેટા ૧/૨ કપ
  24. લસણ ૫ કળી
  25. આદુ ૧ ઇંચ
  26. લીલા મરચા ૨
  27. ડુંગળી ૧/૪ કપ(પાતળા લાંબા કટકા)
  28. મલાઈ ૨ ટેબલ સ્પૂન
  29. ગરમ મસાલો ૧/૨ ટી સ્પૂન
  30. હળદર ૧/૨ ટી સ્પૂન
  31. લાલ મરચું ૧ ટી સ્પૂન
  32. ધાણા જીરું ૧ ટી સ્પૂન
  33. કાસુરી મેથી ૧/૨ ચમચી
  34. નિમક સ્વાદાનુસાર
  35. લીલા ધાણા

સૂચનાઓ

  1. સૌપ્રથમ ખસખસ,કાજુ,બદામ અને માગજતરી ને ગરમ પાણી માં ૧૫ મિનિટ પલાડો. પછી એનું એકદમ સ્મૂથ પેસ્ટ બનાવિ લો.
  2. બધા શાક માધ્યમ આકાર માં સમારી ને નિમક નાખેલા પાણી માં બાફી લો.
  3. એક પેન માં ૧ ચમચી તેલ લઇ ને કાજુ અને મખાના સાંતળી લો.ગોલ્ડન થઇ જાય એટલે કાઢી લો.
  4. પનીર ના નાના ટુકડા કરીને એને પણ સાંતળી લો.ગોલ્ડન થાય એટલે કાઢી લો.
  5. હવે સિમલા મરચા ના ટુકડા નાખીને સાંતળી લો.૨ મિનિટ સાંતળી ને કાઢી લો.
  6. હવે પેન માં ૧ ટેબલ સ્પૂન તેલ અને ૧ ટેબલ સ્પૂન માખણ લો.
  7. જીરું તથા હિંગ ઉમેરો.
  8. લવિંગ,તાજ,મારી તથા એલચી નાખો અને સાંતળો.
  9. ૧/૪ કપ લાંબા પાતળા સમારેલા ડુંગળી ના ટુકડા નાખીને સોનેરી થાય ત્યાં સુધી સાંતળો.
  10. પીસેલા ટામેટા ઉમેરો અને ૨-૩ મિનિટ સાંતળો.
  11. પછી પીસેલા કાજુ બદામ નો પેસ્ટ ઉમેરો.
  12. હળદર,મરચું ,ધાણાજીરું તથા મીઠું ઉમેરીને સરખું હલાવો.
  13. ૨ ચમચી મલાઈ ફેંટીને નાખો.
  14. એક કપ પાણી નાખીને ધીમે તાપે ચડવા દો.
  15. ગરમ મસાલો ને કાસુરી મેથી ઉમેરો.
  16. હવે બાફેલા શાક,સાંતળેલા સિમલા માર્ચ,પનીર,કાજુ,મખાના ઉમેરીને ૨ મિનિટ બધું એકરસ થવા દો.
  17. તમારું શાહી શાક નવરત્ન કોરમાં તૈયાર છે,લીલા ધાણા થઈ સાજવાને ગરમ તંદૂરી રોટી કે નાં જોડે પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર