વેજિટેબલ્સ નારિયેળ કરી | Vegetables In Coconut Curry Recipe in Gujarati

ના દ્વારા Divya Chetnani  |  7th Jul 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Vegetables In Coconut Curry by Divya Chetnani at BetterButter
વેજિટેબલ્સ નારિયેળ કરીby Divya Chetnani
 • તૈયારીનો સમય

  30

  મીની
 • બનાવવાનો સમય

  15

  મીની
 • પીરસવું

  5

  લોકો

3

0

વેજિટેબલ્સ નારિયેળ કરી

વેજિટેબલ્સ નારિયેળ કરી Ingredients to make ( Ingredients to make Vegetables In Coconut Curry Recipe in Gujarati )

 • ૧ મિડીયમ સાઈઝ નો ફ્લાવર
 • ૧ કપ વટાણા
 • ૧ બટાકું
 • ૧ કાંદો
 • અડધું નારિયેળ
 • ૧ કપ સમારેલા ધાણા
 • ૪ લીલા મરચાં
 • ૪ કળી લસણ
 • ૧/૨ નાની ચમચી લાલ મરચા પાઉડર
 • ૧/૨ નાની ચમચી હળદર પાઉડર
 • ૧/૨ નાની ચમચી ધાણા જીરું પાઉડર
 • ૧/૨ નાની ચમચી ગરમ મસાલો
 • સ્વાદ અનુસાર મીઠુ
 • ૪ મોટા ચમચા તેલ

How to make વેજિટેબલ્સ નારિયેળ કરી

 1. સૌપ્રથમ ફ્લાવર વટાણા અને બટાકાના ટુકડા કરી ૧૦ મિનિટ તપેલી માં બાફી લેવા.
 2. હવે મિક્સર ના બોઉલ માં ટુકડા 4 લીલા મરચા લસણ ની કળી અને 1 કપ લીલા ધાણા નાંખી દરદરૂ વાટી નાખો.
 3. એક કડાઈમાં ચાર ચમચા તેલ ગરમ થાય એટલે એમાં ઝીણી સમારેલી ડુંગરી નાખવા.
 4. ડુંગળી બેથી ત્રણ મિનિટ સાંતળી હવે ધાણા અને નારિયેળનું મિશ્રણ નાખો.
 5. હવે મિશ્રણને પાંચ મિનિટ હલાવો જ્યાં સુધી સાઇડ પરથી તેલ નીકળી આવે.
 6. ગેસ ને મધ્યમ તાપે રાખવો હવે મિશ્રણમાં લાલ મરચાં સૂકા ધાણા હળદર અને મીઠું નાખી મિક્સ કરો.
 7. હવે બાફેલા વટાણા અને બટાકા નાખી આખી ગ્રેવી મિક્સ કરો.
 8. ૧/૨ કપ પાણી નાખી મિક્સ કરવું.
 9. હવે દસ મિનિટ ઢાંકણ નાખી એને ચઢવા દો જ્યાં સુધી બટકું બરાબર એકરસ ના થઇ જાય.
 10. છેલ્લે હવે ગરમ મસાલો અથવા કિચન પાઉડર નાખી બરાબર મિક્સ કરો.
 11. ગરમા ગરમ રોટલી કે પુરી સાથે સર્વ કરો.

My Tip:

આ શાકમાં ઉપર લીંબુનો રસ નાખીને જ સર્વ કરવું.

Reviews for Vegetables In Coconut Curry Recipe in Gujarati (0)