હોમ પેજ / રેસિપી / એક ટોપ ના દાળ ભાત

Photo of Ek top na daal bhaat by Dr.Kamal Thakkar at BetterButter
0
0
0(0)
0

એક ટોપ ના દાળ ભાત

Jul-08-2018
Dr.Kamal Thakkar
15 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

એક ટોપ ના દાળ ભાત રેસીપી વિશે

એક સંપૂર્ણ અને પોષ્ટીક ડીશ જેમાં દાળ,ભાત તથા શાક બધા નું સમાવેશ થાય છે.આપડા ગુજરાતી ગામડાઓમાં રાતે આ વાનગી બનાવામાં આવે છે અને છાસ જોડે પીરસવામાં આવે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • પ્રેશર કુક
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. ચોખા ૧ કપ
  2. તુવેર ની દાળ ૧/૩ કપ
  3. લીલા વટાણા ૧/૪ કપ
  4. નાના બટાકા ૪
  5. નાના રીંગણ ૪
  6. નાના કાંદા ૫
  7. ઘી ૩ ટેબલ સ્પૂન
  8. હિંગ ૧/૪ ટી સ્પૂન
  9. હળદર ૧/૨ ટી સ્પૂન
  10. ભરવા માટે મસાલો:
  11. ખમણેલું કોપરું ૧/૨ કપ
  12. તલ ૧ ટેબલ સ્પૂન
  13. ધાણાજીરું ૨ ટેબલ સ્પૂન
  14. લાલ મરચું ૧ &૧/૨ ટેબલ સ્પૂન
  15. ખાંડ ૧ ટેબલ સ્પૂન
  16. લીંબુ નો રસ ૧ ટી સ્પૂન
  17. હિંગ ૧/૪ ટી સ્પૂન
  18. લીલા ધાણા ૧/૩ કપ
  19. નિમક

સૂચનાઓ

  1. દાળ અને ચોખા ધોઈને અર્ધો કલાક પલાળી દો.
  2. ભરવાનો મસાલો તૈયાર કરો.બધા મસાલા,કોપરું,તલ ભેગું કરો.
  3. બટેટા અને કાંદા છોલીને એમ ક્રોસ માં કાપો મુકો.
  4. હવે બધા માં મસાલો ભરી દો.
  5. કૂકર ગેસ પર મૂકો.૨ ટેબલ સ્પૂન ઘી નાખો.
  6. હિંગ ને હળદર ઉમેરો.
  7. પાણી નિતારીને ચોખા અને દાળ નાખો.એક મિનિટ હલાવો.
  8. ભરેલા રીંગણાં,બટેટા અને કાંદા નાખો.ઉપર વધેલો મસાલો પણ નાખી દો.
  9. નિમક અને લીલા વટાણા નાખો.
  10. ૨&૧/૨ કપ ગરમ પાણી નાખો અને કૂકર બેન્ડ કરો.
  11. ૪ સીટી લઇ લો અને ગેસ બંદ કરો.
  12. કૂકર ઠંડુ થાય એટલે ઉપર થી એક ચમચી ઘી અને લીલા ધાણા નાખીને પીરસો.
  13. છાસ,પાપડ તથા કચુંબર ની સાથે પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર