Photo of GUJRATI platter by Jyoti Adwani at BetterButter
1624
4
0.0(0)
0

GUJRATI platter

Jul-08-2018
Jyoti Adwani
20 મિનિટ
તૈયારી નો સમય
60 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. તુવર દાળ અડધી વાટકી
  2. લીલું મરચું 2 થી 3
  3. ૧ ડુંગળી બારીક સમારેલી
  4. ૨ ટામેટા
  5. મીઠું સ્વાદ મુજબ
  6. ૨ ઓળા ના રીંગણાં
  7. લાલ મરચું ૧ ચમચી
  8. હળદર અડધી ચમચી
  9. ઘી ૧ મોટી ચમચી
  10. ઘઉં નો લોટ નાની અડધી વાટકી
  11. ખાંડ શિરા માટે સ્વાદ મુજબ
  12. ગોળ અડધી ચમચી
  13. ૧ નાનું લીંબુ
  14. રાઈ, જીરું નાની અડધી ચમચી વઘાર માટે
  15. લીમડો
  16. આખું લાલ મરચું ૧ વઘાર માટે
  17. તેલ ૩ મોટી ચમચી
  18. ડ્રાય ફ્રૂટ્સ અડધી નાની વાટકી

સૂચનાઓ

  1. સૌ પ્રથમ ગળ્યા થી શુરુઆત કરીએ.શિરો બનાવીએ.
  2. શીરા માટે કઢાઈ માં ઘી ગરમ થતા જ તેમાં ઘઉં નો લોટ ઉમેરો.
  3. ઘઉં ના લોટ ને બિલકુલ ધીમા તાપે સાંતળો સોનેરી રંગ થાય ત્યાં સુધી.
  4. જ્યારે લોટ સોનેરી રંગ નો થઈ જાય તો ૧ ગ્લાસ જેટલું પાણી ઉમેરી ધીમા તાપે મૂકી દો.
  5. હવે પાણી સોસાય ત્યારે સ્વાદ મુજબ ખાંડ ઉમેરી ને સારી રીતે મિક્સ કરો.
  6. ડ્રાય ફ્રૂટ્સ ઉમેરો અને ધીમા તાપે ૫ મિનિટ મુક્યા બાદ ગેસ બન્ધ કરો.
  7. હવે દાળ બનાવીએ.દાળ ને ૩ પાણી માંથી ધોઇલો.
  8. દાળ ને કૂકર માં નાની અડધી ચમચી હળદર અન ૧ ગ્લાસ પાણી નાખીને બાફવા મુકો.
  9. બફાય ગયા બાદ તેને મિક્ષી થી સારી રીતે પીસી લો.
  10. હવે તેમાં જરૂર મુજબ પાણી ઉમેરો.
  11. તેમાં સ્વાદ મુજબ નિમક,૧ લીલું મરચું બારીક સમારેલું,૧ ટામેટું બારીક સમારેલું નાખીને દાળ ને ઉકળવા મુકો.
  12. દાળ માં સ્વાદ મુજબ ગોળ ઉમેરો.
  13. દાળ ઉકળી જાય એટલે વઘાર કરીએ.
  14. વઘાર માટે વઘારીયા માં ૧ ચમચી તેલ ગરમ કરવા મુકો.
  15. તેલ ગરમ થતા રાય,જીરું,આખું લાલ મરચું,લીમડો નાખો.ચપટી જેટલું લાલ મરચું નાખીને દાળ માં વઘાર ઉમેરો.
  16. છેલ્લે લીંબુ નો રસ અને લીલા ધાણા ઉમેરી ને ૫ મિનિટ બાદ ગેસ બંધ કરો.દાળ તૈયાર છે.
  17. હવે ઓળો બનાવીએ.જેના માટે રીંગણ પર તેલ લગાવીને ફરતે ૩ કાપા મૂકીને ગેસ પર ધીમા તાપે સેકી લો.
  18. શેકાય ગયા બાદ તેના છાલ ઉતારી ને તેને વાટી લો.
  19. હવે ઓળા માટે કઢાઈ માં ૧ થી દોઢ ચમચી તેલ ગરમ કરવા મુકો.
  20. તેલ ગરમ થતા તેમાં બારીક સમારેલી ડુંગળી ઉમેરી ને સાંતળો.
  21. હવે ટામેટું બારિક સમારીને ઉમેરો અને સાંતળો.
  22. બન્ને સંતળાય ગયા બાદ અડધી નાની ચમચી હળદર ઉમેરો.
  23. ૧ ચમચી લાલ મરચું ઉમેરો.અને રીંગળ ઉમેરી ને સ્વાદ મુજબ નિમક ઉમેરી ને સારી રીતે મિક્સ કરો.
  24. ૫ મિનિટ માટે ધીમા તાપે મૂકીને પછી ગેસ બંધ કરો.ઉપર લીલા ધાણા નાખો.
  25. દાળ, શાક,શિરો તૈયાર છે તેને રોટલી,ભાત, છાશ સાથે પીરસો. સાથે ગળ્યું અથાણું અને લીલા મરચા મુકવાનું ના ભૂલતા.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર