હોમ પેજ / રેસિપી / લૌકી રિંગ ઈન સૅફ્રન કર્ડ

Photo of Lauki Ring in saffron curd by Rani Soni at BetterButter
0
0
0(0)
0

લૌકી રિંગ ઈન સૅફ્રન કર્ડ

Jul-08-2018
Rani Soni
10 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

લૌકી રિંગ ઈન સૅફ્રન કર્ડ રેસીપી વિશે

દહીં વાળું દૂધી નું શાક બનાવીઅે છીઅે હવે બનાવો સરસ મજાની મસ્ત એકદમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લૌકી રિંગ ઈન સૅફ્રન કર્ડ

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ડીનર પાર્ટી
  • ભારતીય
  • સાંતળવું
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 2

  1. 1 દૂધી નાના કદની
  2. 1 બાઉલ દહીં તાજુ
  3. કેસર ચપટી
  4. 1 ચમચી દૂધ
  5. 1 નંગ લીલા મરચાં
  6. મીઠું સ્વાદ મુજબ
  7. 1/2 ચમચી લાલ મરચું પાવડર
  8. 1/4 ચમચી હળદર પાવડર
  9. 1 ચમચી ધાણા નો પાઉડર
  10. 3 ચમચી તેલ
  11. 1 ચપટી હિંગ
  12. 1/2 ચમચી જીરું
  13. 1 ચમચી કોથમીર
  14. 1 ચાંદી વરક

સૂચનાઓ

  1. દૂધી ને ગોળાકાર રિંગ્સમાં કાપીને મૂકી દો.
  2. એક પેન માં તેલ મૂકી દૂધી ની રિંગ્સ ને સાંતળો
  3. 8-10 મિનિટ સુધી બન્ને બાજુઓ થી રીંગ ને સાંતળી લો.
  4. તેમને એક પ્લેટ પર મૂકી લો.
  5. એ જ પેનમાં, થોડુંક તેલ મૂકો અને હિંગ,જીરું ઉમેરો
  6. તેમાં બધા મસાલા ઉમેરી દૂધી ની રિંગ્સ ને ઉમેરો મિકસ કરો.
  7. ગેસ બંધ કરો
  8. કેસર ને દૂધ માં પલાળો 10- 15 મિનીટ
  9. અેક વાસણ માં દહીં ઉમેરો
  10. તેમાં મીઠું ,લીલા મરચા ઉમેરો મિકસ કરો
  11. મસાલા વાળી દૂધી ની રિંગ્સ ને ચાંદી વરક લગાવો
  12. પિરસતી વખતે બાઉલ માં દહીં ઉમેરી કેસર વાળુ દૂધ ઉમેરો તેમાં મસાલા વાળી દૂધી ની રિંગ્સ મૂકી
  13. કોથમીર થી સજાઈ પિરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર