હોમ પેજ / રેસિપી / બ્રીન્જલ પચડી/દહીં રીંગણ નું શાક

Photo of Brinjal pachadi by Shaheda T. A. at BetterButter
1034
1
0.0(0)
0

બ્રીન્જલ પચડી/દહીં રીંગણ નું શાક

Jul-09-2018
Shaheda T. A.
15 મિનિટ
તૈયારી નો સમય
18 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બ્રીન્જલ પચડી/દહીં રીંગણ નું શાક રેસીપી વિશે

કેરેલા ની આ એક ફેમસ ડિશ છે. પચડી. મોટા ભાગે એ લોકો પચડી માં રીંગણ નથી નાખતાં. પણ મેં એને નવો લૂક આપ્યો છે. આ શાક મેં થાઈલેન્ડ માં ખાધું હતું. તો મેં એને ઘરે બનાવવાની ટ્રાઈ કરી અને એ ખૂબ જ ગમ્યો બધાને. તમે પણ જરૂર ટ્રાઈ કરજો.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • થાઈ
  • સાંતળવું
  • મુખ્ય વાનગી
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. રીંગણ 3 ઝીણાં સમારેલાં
  2. ડુંગળી 1 ઝીણી સમારેલી
  3. ટામેટાં 1 ઝીણાં સમારેલાં
  4. દહીં 2 કપ (એકદમ ઘટ્ટ)
  5. રાઈ દાણા 1/4 નાની ચમચી
  6. કડી પત્તા 4-5 ક્રશ કરેલા
  7. સફેદ મરી નો ભૂકો/પાવડર 1/2 નાની ચમચી
  8. નમક સ્વાદ મુજબ
  9. તેલ 3 મોટી ચમચી

સૂચનાઓ

  1. દહીં ને પેહલા બરાબર ફેંટી લો. એ વધારે ઘટ્ટ પણ ના રહે અને વધારે પાણી જેવી ભી ના રહે. જો જરૂર લાગે તો થોડું પાણી નાખી ને ફેંટો.
  2. એક પેન માં તેલ નાખી રાઇ ના દાણા અને કડી પત્તાં નાખો.
  3. 1 મિનિટ પછી એ લાલ જેવા થઈ જાય તો એમાં ડુંગળી નાખી દો.
  4. ડુંગળી લાલ જેવી થાય એટલે એમાં સમારેલાં ટામેટા, રીંગણ, નમક અને મસાલા નાખી ને મિક્સ કરી લો
  5. તેલ ઉપર આવી જાય અને રીંગણ સોફ્ટ થઈ જાય તો ગેસ બંધ કરી લો.
  6. ઠંડુ થાય એટલે એમાં દહીં મેળવી દો અને બરાબર મિક્સ કરી લો.
  7. હવે બાઉલ માં કાઢી એને જીરા રાઇસ અથવા રોટલી સાથે એની મજા માણો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર