આલૂ પનીર ભુરજી | Aloo Paneer Bhurji Recipe in Gujarati

ના દ્વારા Dipika Ranapara  |  9th Jul 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of Aloo  Paneer Bhurji by Dipika Ranapara at BetterButter
આલૂ પનીર ભુરજીby Dipika Ranapara
  • તૈયારીનો સમય

    10

    મીની
  • બનાવવાનો સમય

    10

    મીની
  • પીરસવું

    6

    લોકો

19

0

આલૂ પનીર ભુરજી વાનગીઓ

આલૂ પનીર ભુરજી Ingredients to make ( Ingredients to make Aloo Paneer Bhurji Recipe in Gujarati )

  • 5 મધ્યમ આકારના બાફેલા બટાકા
  • 200 ગ્રામ પનીર ખમણેલું
  • 1 મધ્યમ ચમચો વાટેલા આંદૂ મરચાં લસણ
  • 2 મધ્યમ આકાર ની ડુંગળી ઝીણી સમારેલી
  • 1 નાની ચમચી લાલ મરચું
  • મીઠું સ્વાદ અનુસાર
  • 1 નાની ચમચી ધાણાજીરુ
  • 1/2 નાની ચમચી હળદર
  • 1 નાની ચમચી ગરમ મસાલો
  • ઝીણી સમારેલી કોથમીર
  • 3 મોટા ચમચા તેલ
  • ચપટી હિંગ
  • 1 નાની ચમચી જીરું

How to make આલૂ પનીર ભુરજી

  1. બાફેલા બટાકા ને ચોરસ આકાર માં કાપી લો.
  2. એક કડાઈ માં તેલ ગરમ કરી તેમાં જીરું અને હીંગ નાખો.
  3. વાટેલા આંદૂ મરચાં અને લસણ નાખી સાંતળો ત્યારબાદ ઝીણી સમારેલી ડુંગળી નાખી સાંતળો.
  4. હવે સ્વાદ અનુસાર મીઠું, મરચું, ધાણાજીરુ, હળદર નાખી બરાબર હલાવી લો .
  5. ત્યારબાદ બાફેલા બટાકા ના ટુકડા અને પનીર ઉમેરી હલાવી ને થોડી વાર ચઢવા દો.
  6. છેલ્લે ગરમ મસાલો ઉમેરી મિક્સ કરી લો.
  7. ઝીણી સમારેલી કોથમીર અને ખમણેલા પનીર થી સજાવી ને પીરસો.

Reviews for Aloo Paneer Bhurji Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો