Photo of kanafeh by Divya Chetnani at BetterButter
571
2
0.0(0)
0

કનાફે

Jul-16-2018
Divya Chetnani
10 મિનિટ
તૈયારી નો સમય
45 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કનાફે રેસીપી વિશે

આ એક ટર્કી ની મીઠી વાનગી છે. જેમાં દૂધ અને ચીઝ ની ક્રીમ ને શેકેલી સેવ ની વચ્ચે નાખી બેક કરવામાં આવે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બીજા
  • બેકિંગ
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 6

  1. ૨ કપ સફેદ શેકેલી સેવ
  2. ૧/૨ કપ માખણ
  3. ૧.૧/૨ કપ દૂધ
  4. ૨ મોટી ચમચી કોર્ન- ફ્લોર
  5. ૨ મોટી ચમચી ખાંડ
  6. ૪ ચમચા દૂધ
  7. ૧ નાની ચમચી એલચી પાવડર
  8. ૨ ચીઝ ક્યૂબ
  9. ૧ ગ્લાસ પાણી
  10. ૧ કપ ખાંડ
  11. જીણા સમારેલા પિસ્તા

સૂચનાઓ

  1. સૌ પ્રથમ એક વાટકા માં સફેદ શેકેલી સેવ (જે આપડે સેવૈયાં માં વાપરીએ છીએ) લઈ બરાબર ચૂરો કરો. અને માખણ નાખી બરાબર મિક્સ કરો.
  2. એક પેન માં દૂધ નાખો.૨ વાર ઉકળી જાય એટલે ૨ મોટા ચમચા ખાંડ નાખો અને મધ્યમ કે વધારે તાપ પર ઉકાળો.
  3. શુદ્ધ અડધુ થઈ જાય એટલે ૧/૨ નાની ચમચી એલચી પાવડર નાખી હલાવો
  4. હવે એક વાટકી માં ૪ ચમચા દૂધ અને ૨ મોટા ચમચા કોર્ન ફ્લોર નાખી મિકસ કરો અને બરાબર હળવો જ્યાં સુધી ઘટ થઈ જાય. ગેસ બંધ કરી ઠંડુ થવા દો.
  5. હવે બનાવેલી ક્રીમ માં ચીઝ ખમણી ને નાખો અને મિક્સ કરો.
  6. હવે એક નોનસ્ટિક પેન કે બેકિંગ ટ્રે માં સેવ નાખો અને એને બરાબર ગોઠવી નાખો. એની ઉપર ક્રીમ નાખો અને પાછા એક લેયર સેવ ની નાખો. ચારેબાજુ થી પણ કવર કરી દો.
  7. હવે પેન ને ઓછા તાપે ૧૦ મિનિટ ઠાંકી મૂકો, અને પછી પલટાવી ને પાછા ૧૦ મિનિટ ઠાંકી દો.
  8. એક પેન માં ૧ ગ્લાસ પાણી અને ૧ કપ ખાંડ નાખી એક તાર ની ચાશની બનાવો. એલચી પાઉડર નાખી મિક્સ કરો.
  9. હવે પેન નો ગેસ બંદ કરો અને બનાવેલા કેક ની ઉપર ચાશની રેડી દો.૨ ચમચા રેવા દેવું.
  10. હવે આખી ચાશની સુકાઈ જાય ત્યારે કેક ને પલટાવી બચાવેલી ચાશની એની ઉપર રેડી દો.
  11. સમારેલા પિસ્તા નાખી ગરમ પરોસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર