હોમ પેજ / રેસિપી / મેથી મસાલા માખણીયા

Photo of Methi Masala Makhaniya by Bharti Khatri at BetterButter
827
3
0.0(0)
0

મેથી મસાલા માખણીયા

Jul-16-2018
Bharti Khatri
10 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મેથી મસાલા માખણીયા રેસીપી વિશે

માખણીયા ભરૂચ નો ચા,કોફી સાથે નો પ્રસિદ્ધ નાસ્તો છે. અને તે સૂકા મસાલા, લીલી મેથી, માખણ,અને દુધ થી બનાવેલ છે. માખણીયા વધારે ચા,દુધ કે કોફી સાથે ખાવામાં આવે છે.આપ સૌને પણ બહુ પસંદ આવશે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • પ્રેશર કુક
  • બેકિંગ
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. ૧ કપ મેંદો
  2. ૧ કપ લીલી મેથી ઝીણી કાપેલી
  3. ૧/૨ ચમચી ગરમ મસાલો
  4. ૧/૨ ચમચી હળદર
  5. ૧ ચમચી લાલ મરચુ પાઉડર
  6. ચપટી મીંઠુ
  7. ૧ ચમચી બેકિંગ પાઉડર
  8. ૧ ચમચો માખણ
  9. ૧ ચમચી ઘી
  10. ૧ કપ દુધ
  11. ૧ ચમચી તલ
  12. ૧ ચમચી ખાંડ

સૂચનાઓ

  1. મેથી ને સાફ કરીને ઝીણી કાપી ને ધોઈ લો.
  2. એક ચમચો લો.
  3. મેંદો લઈ તેમા હળદર, મીંઠુ અને ગરમ મસાલો નાખો.
  4. હવે ધોયેલ મેથી નાખો.
  5. હવે બેકિંગ પાઉડર અને બુરુ ખાંડ નાખો.
  6. હવે બધુ બરાબર મિક્સ કરી લાલ મરચુ પાઉડર મિક્સ કરો.
  7. હવે દુધ ને કોસીરુ ગરમ કરી લો.
  8. હવે મસાલા મિક્સ કરેલ મેંદા મા દુધ ઉમેરો.
  9. હવે થોડુ થોડુ દુધ ઉમેરી ઢીલો લોટ તૈયાર કરવો.
  10. હવે ઢોકળા ના કૂકર મા તળીયે મીંઠુ નાખી ગરમ કરો અને બેકિંગ ટ્રે મા માખણ લગાવી આપણે જે લોટ તૈયાર કર્યો છે તેના ગોળ ગોળ ગોળા બનાવી બેકિંગ ટ્રે મા મુકો.
  11. હવે તેના પર તલ લગાવી ઢાંકણું બંધ કરી ધીમી આંચ પર બેક થવા દો.
  12. હવે ૧૫-૨૦ મિનિટ પછી જોઈ લો થોડો આછો લાલ રંગ આવી જાય એટલે બહાર કાઢી થોડી વાર ઠંડા થવા દો.
  13. હવે તૈયાર છે કુરમ કુરમ મેથી મસાલા માખણીયા તેને ગરમા ગરમ મસાલા કોફી સાથે મજા માણો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર