હોમ પેજ / રેસિપી / કોકોનટ ક્રીમ ટ્રફલ

Photo of Coconut Cream Truffle by Rhiya Haldar at BetterButter
58
3
0.0(0)
0

કોકોનટ ક્રીમ ટ્રફલ

Jul-17-2018
Rhiya Haldar
180 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
8 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કોકોનટ ક્રીમ ટ્રફલ રેસીપી વિશે

પશ્ચિમ દેશોમાં લોકપ્રિય આ ડેઝર્ટ માં આમ તો બસ ક્રીમ અને કોકોનટ હોય છે. પણ મેં એને થોડું ઇનોવેટિવ કરવા માટે ટૂટી ફ્રુટી નાખી છે જેનાથી તેનો ટેસ્ટ ડબલ થઈ ગયો. તમે પણ આ ડેઝર્ટ ઘરે જરૂર બનાવજો.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તહેવાર
  • અમેરિકન
  • ઠંડુ કરવું
  • ડેઝર્ટ
  • ઈંડા વિનાનું

સામગ્રી સર્વિંગ: 8

  1. કોકોનટ/નારિયેળ 1 અને 1/2 કપ છીણેલું
  2. ક્રીમ ચીઝ 1/2 કપ
  3. ખાંડ 3 મોટી ચમચી
  4. ચોકલેટ ચિપ્સ 1 કપ
  5. નારિયેળ તેલ 1 નાની ચમચી
  6. ટૂટી ફ્રુટી 1/2 કપ

સૂચનાઓ

  1. એક મોટાં બાઉલમાં નારિયેળ, ક્રીમ ચીઝ અને ખાંડ ને ઇલેક્ટ્રોનિક બીટર થી ક્રીમી થઈ જાય ત્યાં સુધી બીટ કરો.
  2. હવે થોડું મિશ્રણ લઈને 6 ઇંચ નાં કોકોનટ બાર બનાવો.
  3. તેનાં પર ટૂટી ફ્રુટી નું લેયર મુકો.
  4. તેને બટર પેપર પર મૂકી ફ્રીજ માં 2 કલાક માટે ઠંડું કરો.
  5. માઇક્રોવેવ માં ચોકલેટ ચિપ્સ અને નારિયેળ તેલ ને મેલ્ટ કરો.
  6. તમે ડબલ બોઇલર માં પણ કરી શકો છો.
  7. ફ્રિજ માંથી કોકોનટ બાર કાઢી તેને ચોકલેટ ના મિશ્રણ માં ડીપ કરો અને ફરીથી બટર પેપર પર મૂકો.
  8. ફ્રિજ માં 1 કલાક ઠંડુ થવા દો.
  9. તૈયાર છે કોકોનટ ચોકલેટ ક્રીમ બાર તેને ઠંડુ ઠંડુ એન્જોય કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર