BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / પનીર ચોકો ટાટર્સ

Photo of Paneer choco tarts by Urvashi Belani at BetterButter
0
4
0(0)
0

પનીર ચોકો ટાટર્સ

Jul-18-2018
Urvashi Belani
75 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પનીર ચોકો ટાટર્સ રેસીપી વિશે

આ રેસીપી માં પનીર ના મિશ્રણ થી દિલ આકાર ના ટાટર્સ બનાવ્યા છે અને ચોકલેટ ગનાશ બનાવ્યુ છે. ટાટર્સ માં ડ્રાયફ્રુટ અને ચોકલેટ ગનાશ ભરી ને સર્વ કર્યું છે.

રેસીપી ટૈગ

  • તહેવાર
  • ડેઝર્ટ

સામગ્રી સર્વિંગ: 4

  1. 1/2 કપ મિક્સ ડ્રાય ફ્રૂટ્સ ના ટુકડા
  2. રંગબેરંગી સ્પ્રિંકલ
  3. પનીર ટાટર્સ માટે:
  4. 1 કપ છીણેલું પનીર
  5. 1/4 કપ દળેલી ખાંડ
  6. 1/4 કપ મિલ્ક પાવડર
  7. 1/4 કપ કોપરા ની છીણ
  8. 1/4 નાની ચમચી ઈલાયચી પાવડર
  9. ચોકલેટ ગનાશ માટે:
  10. 1/2 કપ ડાર્ક ચોકલેટ ના ટુકડા
  11. 1/4 કપ ફ્રેશ ક્રીમ
  12. 1 નાની ચમચી માખણ

સૂચનાઓ

  1. ટાટર્સ બનાવવા માટે પનીર ને મિક્સર માં પીસી પેસ્ટ બનાવો. પછી તેમાં મિલ્ક પાવડર, ખાંડ, કોપરા ની છીણ અને ઈલાયચી પાવડર નાખી મિક્સ કરો.
  2. હવે દિલ આકાર ના કપ કેક મોલ્ડ લઈ તેની અંદર આ મિશ્રણ ને સેટ કરો.
  3. તેને 1 ક્લાલ ફ્રીઝ માં મુકો અને સેટ થયા પછી કપ કેક મોલ્ડ ધીરે થી દુર કરો.
  4. ચોકલેટ ગનાશ માટે ફ્રેશ ક્રિમ ને હુંફાળું ગરમ કરો પછી તેમાં ચોકલેટ ના ટુકડા નાખી ગેસ બંધ કરી દો. બરાબર હલાવો અને માખણ નાખી ફરી થી બરાબર મિક્ષ કરી દો.
  5. પનીર ના ટાટર્સ માં અંદર થોડું ડ્રાયફ્રુટ ભરો.
  6. તેના ઉપર ચોકલેટ ગનાશ નાખો અને રંગબેરંગી સ્પ્રિંકલ થી સજાવી સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર