હોમ પેજ / રેસિપી / કર્ડ રાઈસ

Photo of Curd Rise by Chandni Joshi at BetterButter
637
2
0.0(0)
0

કર્ડ રાઈસ

Jul-18-2018
Chandni Joshi
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કર્ડ રાઈસ રેસીપી વિશે

એકદમ લાઈટ જમવાનું વિચાર આવે ત્યારે બનાવો આ ટેસ્ટી રાઈસ

રેસીપી ટૈગ

  • શિશુ ની વાનગીઓ
  • વેજ
  • આસાન
  • દક્ષિણ ભારતીય
  • ઠંડુ કરવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. 1 મોટો વાટકો દહીં
  2. 1 વાટકો રાંધેલા ભાત
  3. 1/2 વાટકી દાડમ ના દાણા
  4. 1/2 વાટકી કોથમીર
  5. 1 ટી સ્પૂન તેલ
  6. 1 ટી સ્પૂન રાઈ
  7. 5 થી 7 લીમડા ના પાન
  8. 1 ટી સ્પૂન અડદ ની દાળ
  9. ચપટી હિંગ
  10. મીઠું સ્વાદ અનુસાર
  11. 1 ટી સ્પૂન લીલું મરચું ઝીણું સમારેલ
  12. ગાર્નીશ માટે
  13. દાડમ ના દાણા
  14. કોથમીર

સૂચનાઓ

  1. સૌ પ્રથમ દહીં ને એક મોટા બાઉલ માં લઇ ને ફેટી લો જેથી થોડું ક્રીમી થઈ જાય
  2. 2 હવે તેમાં રાંધેલા ભાત ઉમેરો મિક્સ કરો
  3. 3 હવે તેમાં દાડમ ના દાણા, કોથમીર,લીલું મરચું અને મીઠું ઉમેરો
  4. 4 હવે એક પેન માં તેલ ગરમ કરો ગરમ થાય એટલે તેમાં રાય, અડદ ની દાળ, લીમડા ના પાન અને હિંગ ઉમેરી 1 મિનિટ બધું સાંતળી તૈયાર કરેલ તડકા ને દહીં માં મિક્સ કરેલા ભાત માં નાખી દો
  5. 5 હવે બરાબર બધું મિક્સ કરી થોડી વાર ઠંડુ થાય એટલે દાડમ અને કોથમીર થી ગાર્નીશ કરી સર્વ કરો.
  6. તો તૈયાર છે કર્ડ રાઈસ

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર