હોમ પેજ / રેસિપી / કોપરાપાક

Photo of Coparapak by Bharti Khatri at BetterButter
345
1
0.0(0)
0

કોપરાપાક

Jul-18-2018
Bharti Khatri
5 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
8 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કોપરાપાક રેસીપી વિશે

કોપરાપાક દૂધ, કોપરા ની છીણ, ખાંડ થી બનાવેલ છે. ગુજરાત ની સૌની પસંદીદા મીઠાઈ છે. અને વાર તહેવાર નિમિત્તે કોપરાપાક બનતો રહે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તહેવાર
  • ગુજરાત
  • ધીમે ધીમે ઉકાળવું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 8

  1. ૫૦૦ ગ્રામ કોપરા ની છીણ
  2. ૫૦૦ ગ્રામ ખાંડ
  3. ૫૦૦ ગ્રામ દૂધ
  4. ૫ ચમચા ઘી
  5. ૧ ચમચી ઇલાયચી પાઉડર

સૂચનાઓ

  1. દુધ માં ખાંડ મિક્સ કરી ઉકાળવુ.
  2. ટપકું મૂકીએ અને પ્રસરે નહી તેવી ચાસણી થાય ત્યારે તેમા કોપરા ની છીણ નાખવી. ઘી નાખીને ગેસ પર થી ઉતારી ખૂબ હલાવો.
  3. હવે ઇલાયચી પાઉડર મિક્સ કરો.
  4. હવે થાળી મા ઘી ચોપડવું. અને કોપરા નુ મિશ્રણ પાથરવુ.
  5. ઠરી જાય એટલે કાપા પાડવા.
  6. તૈયાર છે મસ્ત મજેદાર કોપરાપાક વાર તહેવારે મજા માણો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર