હોમ પેજ / રેસિપી / કલાકન્દ

Photo of Kalakand by Lata Lala at BetterButter
688
1
0.0(0)
0

કલાકન્દ

Jul-19-2018
Lata Lala
10 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કલાકન્દ રેસીપી વિશે

કલાકંદ એક એવી મીઠાઇની વાનગી છે જે બદલાતા સમય સામે આજે પણ લોકોની મનપસંદ મીઠાઇ રહી છે

રેસીપી ટૈગ

  • ઈંડા વિનાનું
  • સામાન્ય
  • દિવાળી
  • ભારતીય
  • ધીમે ધીમે ઉકાળવું
  • સાંતળવું
  • મૂળભૂત વાનગીઓ

સામગ્રી સર્વિંગ: 4

  1. 250 ગ્રામ ખમણેલું તાજું પનીર
  2. 200 ગ્રામ કન્ડેન્સ્ડ મિલ્ક
  3. 1 ટેબલ સ્પૂન  દૂધનો પાવડર
  4. ૧/૨ ટીસ્પૂન એલચી પાવડર
  5. ૧ ટેબલસ્પૂન બદામની કાતરી
  6. ૧ ટેબલસ્પૂન પિસ્તાની કાતરી

સૂચનાઓ

  1. કન્ડેન્સ્ડ મિલ્ક, પનીર અને દૂધ નો પાવડર ભેળવી લો
  2. એક નૉન-સ્ટીક પૅનમાં આને સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧૫ મિનિટ અથવા મિશ્રણ ઘટ્ટ બનીને પૅનની બાજુઓથી છુટવા માંડે ત્યાં સુધી સતત હલાવતા રહી પૅનની બાજુઓ સાફ કરતા રાંધી લો.
  3. હવે તેને તાપ પરથી નીચે ઉતારી તેમાં એલચી પાવડર મેળવી સારી રીતે મિક્સ કરી લો.
  4. તે પછી તેને પૅનમાંથી કાઢી તરત જ ઘી ચોપડેલી થાળીમાં રેડીને સરખી રીતે પાથરી લો.
  5. તે પછી તેની પર બદામની કાતરી તથા પિસ્તાની કાતરી પાથરીને હલકા હાથે દબાવી લો જેથી બદામની કાતરી અને પિસ્તાની કાતરી તેની પર બહુ સારી રીતે ચીટકી જાય. તેને ઠંડું થવા બાજુ પર રાખો.
  6. જ્યારે તે ઠંડું થાય ત્યારે તેના ટુકડી પાડીને પીરસો અથવા પીરસવાના સમય સુધી રેફ્રીજરેટરમાં રાખી મૂકો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર