Photo of Ghari by Mita Shah at BetterButter
1032
1
0.0(0)
0

ઘારી

Jul-19-2018
Mita Shah
20 મિનિટ
તૈયારી નો સમય
35 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ઘારી રેસીપી વિશે

દીવાળીમાં બનતી ગુજરાતી મીઠાઈ.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • દિવાળી
  • ગુજરાત
  • શેકેલું
  • ફીણવું
  • ફ્રીઝ કરવું
  • તળવું
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. ૨૫૦ ગ્રામ મોળો માવો.
  2. ૧ચમચી ઘી
  3. ૨ ચમચી બેસન
  4. ૨૦૦ ગ્રામ ખાંડ
  5. ૨૫૦ ગ્રામ મેંદો
  6. ૧૫૦ ગ્રામ પીસ્તા નો પાવડર
  7. ૫૦ ગ્રામ બદામનો પાવડર
  8. ૧ ચમચી ઈલાયચી નો પાવડર
  9. ૨/૩ ટીપાં લીલો ખાવાનો રંગ
  10. ઘી તળવા માટે.. જરૂર મુજબ
  11. ૨૦૦ગ્રામ ઘી .. ઘારી પર પાથરીને ઠારવા
  12. ૨ચમચા આઈશીંગ સુગર
  13. ૨ચમચા ઘી.. મોણ માટે
  14. દૂધ અથવા પાણી લોટ બાંધવા.. જરૂર મુજબ

સૂચનાઓ

  1. કડાઈમાં ૧ચમચી ઘી લઈ , માવો ઉમેરો.
  2. ઘી છૂટુ પડવા આવે ત્યાં સુધી માવો શેકી લૌ.
  3. સાથે બેસન પણ શેકીને ઉમેરો.
  4. હવે માવા ને ઠંડો કરવા બાજુ માં મૂકો.
  5. હવે મેંદા માં ઘીનું મોણ નાખીને દૂધ કે પાણી થી સહેજ નરમ લોટ બાંધી લો.
  6. ૫ થી ૧૦ મીનીટ ઢાંકી ને રાખો.
  7. ત્યાં સુધી ઠંડા થયેલા માવા માં દળેલી ખાંડ, પીસ્તા નો પાવડર,બદામનો પાવડર, ઈલાયચી નો પાવડર અને ખાવા ના રંગના ૨/૩ ટીપાં નાખીને બધું બરાબર હલાવી મિશ્રણ બનાવી લો.
  8. હવે,બાંધેલા લોટમાંથી પૂરી બનાવી લો
  9. પૂરી માં માવા નું મિશ્રણ ભરી બંધ કરી દો.
  10. ઘારી ને આકાર આપી દો.
  11. બાકીની પણ બનાવી લો.
  12. સપાટ તળીયા વાળી કડાઈમાં ઘી ગરમ કરો.
  13. મધ્યમ આંચ રાખો.
  14. ઘારી ઘીમાં મુકી, કડાઈમાં થી ઘી લઈ ઘારી પર રેડો.
  15. ઘારીને ઝારામાં મુકવી.
  16. ઘારી ને આવી રીતે જ તળવામાં આવે છે.
  17. હવે ઘારી ને એકદમ ઠંડી થવા દો.
  18. ઘારી ને ૪/૫કલાક ઠંડી થવા દેવી.
  19. ત્યાં સુધી ઘી માં આઈશીંગ સુગર નાખી ને ફીણી લો.
  20. એકદમ ક્રીમ જેવું બનાવી લો.
  21. હવે ,ઘારી પર આ મિશ્રણ રેડો.
  22. ૪/૫ કલાક માટે ઠંડી જગ્યાએ ઠરવા દો.
  23. પીસ્તા થી સજાવટ કરો.
  24. ફ્રીજ માં જ સ્ટોર કરો
  25. ૧૫ થી ૨૦ દિવસ માટે સાચવી શકાય છે.
  26. દીવાળી માં મહેમાનો ને પીરસી, એમના દિલ માં સ્થાન બનાવી લો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર