રસગુલ્લા | Rasgulla Recipe in Gujarati

ના દ્વારા Dimpal Patel  |  20th Jul 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Rasgulla by Dimpal Patel at BetterButter
રસગુલ્લાby Dimpal Patel
 • તૈયારીનો સમય

  10

  મીની
 • બનાવવાનો સમય

  20

  મીની
 • પીરસવું

  4

  લોકો

1

0

રસગુલ્લા વાનગીઓ

રસગુલ્લા Ingredients to make ( Ingredients to make Rasgulla Recipe in Gujarati )

 • ગાય નું દૂધ - ૧/૨ લીટર
 • લીંબુ નો રસ - ૧ મોટી ચમચી
 • ખાંડ - ૩/૪ કપ
 • પાણી - ૩૧/૨ કપ
 • કેસરના તાંતણા - ૫ થી ૬

How to make રસગુલ્લા

 1. દૂધને ગરમ કરવા મૂકવું. એક ઉભરો આવે એટલે ગેસ પરથી ઉતારી લેવું.
 2. ૧ ચમચી લીંબુના રસ માં ૨ ચમચી પાણી મિક્સ કરવું.
 3. દૂધમાં ધીમે ધીમે લીંબુનો રસ ઉમેરવો. જ્યારે તેમાંથી પાણી છૂટું પડી જાય ત્યારપછી લીંબુ નો રસ ઉમેરવો નહીં.
 4. પછી તેને એક મલમલના કપડામાં ગાળી લેવું.
 5. ઠંડા પાણીથી બરાબર ધોઈ લેવું જેથી લીંબુનો સ્વાદ આવે નહીં.
 6. હવે આ કપડાને બરાબર બાંધી ને ૨ કલાક માટે લટકાવી દેવું. જેથી બધું પાણી નીકળી જાય.
 7. ત્યારબાદ તેને ડીશમાં કાઢીને હલકા હાથે મસળવું.
 8. પછી તેના નાના નાના ગોળા બનાવી દેવા.
 9. એક પહોળા વાસણ માં પાણી અને ખાંડ ઉકાળવા મૂકવું.
 10. પાણી ઉકળે પછી તેમાં કેસર અને પેલા ગોળા નાંખવા. ૫ મિનિટ ફાસ્ટ ગેસ પર અને પછી ૧૫ મિનિટ ધીમા ગેસ પર ઉકાળવું. વરચે વરચે થોડું હલાવવું જેથી બધી બાજુ બરાબર ચઢી જાય.
 11. ગોળા સાઈઝમાં ડબલ થાય એકલે ઉતારી લેવું.
 12. રૂમના તાપમાને આવે પછી ફ્રીઝમાં ૫ થી ૬ કલાક ઠંડાં થાય પછી ખાવા.

My Tip:

પનીર મસળતી વખતે હલકા હાથે જ મસળવું. ઘી છૂટું પડે એવું લાગે પછી મસળવું નહીં.

Reviews for Rasgulla Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો