થાબડી | Thabdi Recipe in Gujarati

ના દ્વારા રૂચા દિવ્યેશ રાજા  |  22nd Jul 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Thabdi by રૂચા દિવ્યેશ રાજા at BetterButter
 • તૈયારીનો સમય

  10

  મીની
 • બનાવવાનો સમય

  3

  Hours
 • પીરસવું

  3

  લોકો

13

0

થાબડી વાનગીઓ

થાબડી Ingredients to make ( Ingredients to make Thabdi Recipe in Gujarati )

 • ૨૦૦ગ્રામ ઘર ના દૂધ ની મલાઈ
 • ૧ લિટર ફૂલ-ફેટ દૂધ
 • ખાંડ ૨૦૦ગ્રામ
 • એલિચી પાવડર ૧ ચમચી
 • જાયફળ પાવડર ૧/૨ ચમચી
 • બદામ સજાવટ માટે

How to make થાબડી

 1. કાઠિયાવાડ ની ખૂબ જ પ્રખ્યાત મીઠાઈ બનાવવા માટે ધીરજ રાખી ને શરૂઆત કરવી, સૌપ્રથમ દૂધ ને ગરમ કરી લો ઉભરો આવે પછી ગેસ ધીમો કરી તેમાં ઘર ની મલાઈ ઉમેરી બરાબર હલાવતા રહેવું, સતત હલાવતા રહેશો એટલે દૂધ ઘટ્ટ થતું જાશે અને કણી જેવું બનવા માંડશે.
 2. કણી જેવું બનવા લાગે ત્યારે ખાંડ ઉમેરી સતત હલાવતા રહેવું એટલે ખાંડ નું પાણી બડી જશે. તેમાં એલિચી પાવડર, જાયફળ પાવડર ઉમેરી દો, અને માવા જેવું ટેક્સચર બનવા લાગે એટલે થાબડી તૈયાર થઇ ગઈ સમજવું.
 3. થાબડી ને ડ્રાય ફ્રુટ અને ગુલાબ ની પત્તી ઓ થઈ સજાવો.

My Tip:

થાબડી બનાવવાનું પાત્ર થોડું જાડું તળિયા વાળું લેવું એટલે મીઠાઈ બનતી વખતે બડી જવાનો કે બેસી જવાનો ડર નહીં રહે.

Reviews for Thabdi Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો