હોમ પેજ / રેસિપી / ભીંડા ની ખાટ્ટી મીઠી કઢી

Photo of Bhinda ni Khatti Mithi Kadhi by Bharti Khatri at BetterButter
608
1
0.0(0)
0

ભીંડા ની ખાટ્ટી મીઠી કઢી

Jul-22-2018
Bharti Khatri
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ભીંડા ની ખાટ્ટી મીઠી કઢી રેસીપી વિશે

ભીંડા ની કઢી એક ગુજરાતી વાનગી છે. તે દહી, બેસન, ગોળ,લીલા મરચા, આદુ અને લસણ નાખી ને બનાવેલ છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • પીસવું
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. ૨૦૦ ગ્રામ દહીં
  2. ૧ ચમચો બેસન
  3. ૩ લીલા મરચા
  4. ૮-૯ લસણની કળીયો
  5. નાનો ટૂકડો આદુ
  6. ૧/૨ ચમચી હળદર
  7. ૧ ચમચી ધાણાજીરુ પાઉડર
  8. ૧ ચમચો ગોળ
  9. ચપટી હીંગ
  10. ૧ ચમચી જીરુ
  11. ૧ ચમચો ઘી
  12. મીંઠુ સ્વાદમુજબ

સૂચનાઓ

  1. પહેલા ભીંડા ને ધોઈને લૂછીને ગોળાકાર કાપવા.
  2. હવે કડાઈ મા ઘી ગરમ કરી તેમા જીરુ તટડાવી ચપટી હીંગ નાખવી હળદર નાખી કાપેલા ભીંડા ઉમેરવા.
  3. હવે તેમા મીંઠુ અને ધાણાજીરુ પાઉડર મિક્સ કરી ૫ મિનિટ સુધી ઢાંકી દેવુ. પછી ઢાંકણું ખોલી દેવુ અને શેકાવા દેવુ.
  4. હવે તપેલી મા દહીં લો તેમા બેસન નાખી મિક્સ કરો પછી પાણી ઉમેરો.
  5. હવે તેમા આદુ, મરચા અને લસણ વાટેલા નાખવા. મીઠું અને ગોળ નાખી મિક્સ કરો.
  6. હવે ભીંડા શેકાય ને શાક કોરુ થાય એટલે તેમા તૈયાર કરેલ દહીં નુ મિશ્રણ નાખવું.
  7. હવે થોડી વાર ઉકળવા દેવુ. તૈયાર છે ગરમા ગરમ ભીંડા નુ ખાટું મીઠું શાક.
  8. હવે ગરમા ગરમ ભીંડા ની ખાટ્ટી મીઠી કઢી ફુલકા રોટલી અને ભાત સાથે પીરસવું.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર