હોમ પેજ / રેસિપી / દૂધ નો હલવો નવા રૂપ માં

Photo of Milk cake with twist by Dhara Shah at BetterButter
1
3
0(0)
0

દૂધ નો હલવો નવા રૂપ માં

Jul-23-2018
Dhara Shah
3 મિનિટ
તૈયારી નો સમય
35 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

દૂધ નો હલવો નવા રૂપ માં રેસીપી વિશે

દૂધ નો હલવો કે પછી મીલ્ક કેક દૂધ માંથી બનતી ખૂબ જ ફેમસ મીઠાઈ છે, અને આજે એને મેં ટાર્ટ મોલ્ડ માં બનાવી છે, તમે પણજરુર થી બનાવો.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • મિશ્રણ
  • ઉકાળવું
  • ડેઝર્ટ
  • હાઈ ફાઈબર

સામગ્રી સર્વિંગ: 2

  1. ૨ લિટર દૂધ
  2. ૨ ચમચી લીંબુ નો રસ
  3. ૧/૨ કપ ખાંડ
  4. ૧/૪ કપ બ્રાઉન સુગર ( ના હોય તો તમે રરેગ્યુલર ખાંડ વધારે લઈ શકો)
  5. ૧ ૧/૨ ચમચી ઘી
  6. ૧/૨ ચમચી ઘી ગ્રીસ કરવા
  7. ડ્રાય ફ્રુટ તમારી ઈચ્છા મુજબ

સૂચનાઓ

  1. એક મોટા કઢાઈ માં દૂધ ને ગરમ કરવા મૂકો અને વચ્ચે વચ્ચે ૧૦-૧૫ મિનિટ સુધી હલાવતા જાઓ.
  2. જ્યાં સુધી દૂધ અડધી માત્રા માં ના થાય ત્યાં સુધી હલાવો.
  3. હવે એમાં લીંબુ નો રસ નાખી ૩ મિનિટ એમ જ હલાવ્યા વીના મિડિયમ આંચ પર રેહવાદો.
  4. હવે ૩ મિનિટ પછી મિશ્રણ ને હલાવો.
  5. હવે એમાં ખાંડ અને ઘી ઉમેરો એને હજુ બીજી ૧૦ મિનિટ સુધી હલાવતા રહો.
  6. બધું દૂધ શોષાઇ જાય ને હલવા જેવું બને એટલે ગેસ બંધ કરો.
  7. અને ઘી થી ગ્રીસ કરેલી ટાર્ટ મોલ્ડ માં બટર પેપર પાથરી હલવા ને એની ઉપર ફેલાવી દો.
  8. ઉપર ડ્રાય ફ્રુટ થી ગાર્નિશ કરો.
  9. આ હલવા ને ૬-૭ કલાક ઢાંકી ને એક જગ્યા એ સેટ કરવા મૂકો.
  10. અને હવે એને કટ કરી ને સર્વ કરો.
  11. તો તૈયાર છે દૂધ નો હલવો એક નવા અંદાજ સાથે નવા રૂપ માં.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર