હોમ પેજ / રેસિપી / મુગલાઈ પનીર

Photo of Mughali paneer by Hetal Sevalia at BetterButter
258
1
0.0(0)
0

મુગલાઈ પનીર

Jul-23-2018
Hetal Sevalia
60 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મુગલાઈ પનીર રેસીપી વિશે

ના કોઈ ગ્રેવી ની ઝંઝટ અને ફટાફટ બની જાય તેવી ટેસ્ટી, ક્રિમી અને બિલકુલ રેસ્ટોરન્ટ જેવી રેસિપી છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • ડીનર પાર્ટી
  • મુગલાઈ

સામગ્રી સર્વિંગ: 4

  1. ******મેરીનેશન માટે:
  2. 300 ગ્રામ પનીર
  3. 2 કપ મોળું અને ધટ્ટ દહીં
  4. 1/4 કપ ક્રીમ અથવા ઘરની મલાઈ
  5. મીઠું સ્વાદ અનુસાર
  6. 1 ચમચી લીલાં મરચાં ની પેસ્ટ
  7. 2 ચમચી બારીક સમારેલી કોથમીર
  8. ચપટી હળદર
  9. ****પેસ્ટ બનાવવા:
  10. 2 ચમચી કાજુ
  11. 8 કળી લસણ
  12. 4 લીલાં મરચાં
  13. 1 ચમચી ખસખસ
  14. 1 ચમચી ચારોળી / બદામ
  15. 1 ચમચી જીરું
  16. 1 ઈચ આદુંનો ટુકડો
  17. 1 ચમચી કોપરાનું ખમણ
  18. 1 ચમચી કસૂરી મેથી
  19. 2 તજ ની લાકડી(1 ઈચ ની)
  20. 6 થી 7 નંગ એલચી
  21. ****** ગ્રેવી માટે:
  22. 3 ટેબલ સ્પૂન ઘી
  23. 2 મિડીયમ સાઈઝની ડુંગળી ઊભી સમારેલી

સૂચનાઓ

  1. સૌપ્રથમ પેસ્ટ બનાવવા માટેની બધી સામગ્રી ભેગી કરીને 1/2 ગ્લાસ પાણી રેડી 1 કલાક માટે પલાળી દો.પછી એકદમ બારીક પેસ્ટ કરી લો.
  2. હવે એક બાઉલમાં મેરીનેશન માટે ની સામગ્રી ભેગી કરીને 1 કલાક માટે મેરીનેટ કરો.બાઉલ ફ્રિજ માં રાખવું જેથી ખાટું ના થાય.
  3. હવે એક પેનમાં ઘી મૂકી ડુંગળી સાતળી લો.ડુંગળી ગુલાબી રંગની થાય એટલે પેસ્ટ ઉમેરી બરાબર સાતળી લો.ત્યારબાદ પનીર વાળું મિશ્રણ ઉમેરી થવા દો.જરૂર મુજબ પાણી નાખવું. ઉપર થી કોથમીર ભભરાવી નાન અથવા કુલ્ચા સાથે સવૅ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર