BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / દહીંવડા

Photo of Dahivada by Rani Soni at BetterButter
3
0
0(0)
0

દહીંવડા

Jul-23-2018
Rani Soni
180 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

દહીંવડા રેસીપી વિશે

ભારતીય રાંધણકળામાં દહીં વડા ને ખૂબ પસંદ કરવા માં આવે છે. આજે દરેક પ્રોગ્રામ માં દહીંવડા ને વિશેષ ડિશ તરીકે રાખવા માં આવે છે.જે નાના થી લઈ ને મોટા ને ભાવે છે.જે બનાવવી સરળ છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ઉત્તર ભારતીય
  • તળવું
  • સ્નેક્સ

સામગ્રી સર્વિંગ: 4

  1. 250 ગ્રામ અડદની દાળ
  2. 1 લીલું મરચું
  3. 1 ઈંચ આદુ
  4. મીઠું જરુર મુજબ
  5. તેલ તળવા
  6. 500 ગ્રામ દહીં ફીણેલું
  7. 1 ચમચી દળેલી ખાંડ
  8. 1 ચમચી લીલી ચટણી
  9. 1 ચમચી આંબલી ની ચટણી
  10. 1/4 નાની ચમચી લાલ મરચું પાવડર
  11. મીઠું જરુર મુજબ
  12. 1/4 નાની ચમચી સેકેલું જીરુ
  13. 1 ચમચી કોથમીર
  14. 2-3 નંગ કાજુ
  15. 4-5 નંગ દ્રાક્ષ
  16. 1 ચમચી ઝીણી સેવ

સૂચનાઓ

  1. 3 કલાક પહેલા અડદની દાળને પાણી માં પલાળી દો.
  2. ત્યારબાદ મિક્સરમાં લીલું મરચું આદુ સાથે વાટી લો
  3. મીઠું નાંખો આ મિશ્રણના ગોળા બનાવીને તેને કઢાઈમાં તેલ ગરમ કરીને ધીમા તાપે તળી લો.
  4. તળેલા વડાને નવસેકા પાણીમાં પલાળીને હળવે હાથે દબાવીને પાણી માંથી કાઢી લો.
  5. હવે દહીં માં મીઠું અને દળેલી ખાંડ નાંખો
  6. વડાને ને ડીશ માં લઈ
  7. ઉપર દહીં નાંખો
  8. ઉપર લીલી ચટણી,આંબલી ની ચટણી લાલ મરચુ, સેકેલા જીરાનો પાવડર, ઝીણી સેવ, કાજુ,દ્રાક્ષ મૂકી
  9. કોથમીર ભભરાવી
  10. દહીંવડા સર્વ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર