BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / બ્રેડ પુડિંગ

Photo of Bread pudding by Kalpana Parmar at BetterButter
0
0
0(0)
0

બ્રેડ પુડિંગ

Jul-23-2018
Kalpana Parmar
5 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બ્રેડ પુડિંગ રેસીપી વિશે

અગર અગરનો ઉપયોગ કરી દૂધ માંથી બનતી આ સ્વીટ છે જેમ શાહી ટુકડા બનાવીયે એવો ટેસ્ટ આવે પણ જેલી ના રૂપ માં ..અગર અગર ના લીધે દૂધ જેલી જેવું થઇ જાય છે જેથી બાળકો પણ હોશે હોંશે ખાઈ લે છે અને ઠંડુ ઠંડુ ખાવાની મજા આવે છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ડીનર પાર્ટી
  • અમેરિકન
  • ઠંડુ કરવું
  • ડેઝર્ટ

સામગ્રી સર્વિંગ: 4

  1. 1.1 લિટરદૂધ
  2. 2.4 બ્રેડ ની સ્લાઈસ
  3. 3.1/2 કપ કેન્ડેન્સ મિલ્ક
  4. 4. 2 મોટી ચમચી ખાંડ
  5. 5. 3 મોટી ચમચી અગરઅગર
  6. 6. 1 મોટી ચમચી ઘી
  7. 7.1/2 નાની ચમચી એલચી પાવડર
  8. 7. 2 મોટી ચમચી પિસ્તા ઝીણાં સમારેલાં 

સૂચનાઓ

  1. 1. અગર અગર ને 1/2 કપ દૂધ માં પલારી દેવું
  2. 2. એક પેન માં ઘી ગરમ કરી બ્રેડ ને ક્યુબ માં કટ કરી ને બંને સાઈડ થી ગોલ્ડન સેકી લેવી
  3. 3. દૂધને મોટી તપેલી માં ઉકળવા મૂકવું દૂધ ઉકરીને અર્ધું થઇ જાય ત્યાં સુધી ઉકરવા દેવું
  4. 4. દૂધ અર્ધું થઇ જાય એટલે તેમાં અગર અગર નાખીને અગર અગર ઓગળી જાય ત્યાં સુધી હલાવતા રેહવું કેન્ડેન્સ મિલ્ક નાખવું ખાંડ નાખીને 1 મિનિટ ઉકાળી ને ગેસ બંધ કરવું
  5. 5. થોડું ઠંડુ કરવું ગરણી થી ગાળી લેવું એક લંબચોરસ ટીન લેવું ઘી થી ગ્રીસ કરી લેવું તેમાં બ્રેડ ના પીસ ગોઠવી દેવા દૂધ માં એલચી પાવડર નાખી ને  બ્રેડ ના પીસ માં રેડવું ઉપર થી પિસ્તા ભભરાવા ને ટીન ને ફીઝ માં 3 કલાક માટે સેટ કરવા મૂકવું
  6. 6. 3 કલાક પછી ફ્રિજ માંથી કાઢી ને કટ કરી સર્વ કરવું

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર