BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / બીટ કસ્ટડૅ મા સ્ટ્રોબેરી રસમલાઈ

Photo of Beet custard ma strawberry Rasmalai by Bharti Khatri at BetterButter
359
1
0(0)
0

બીટ કસ્ટડૅ મા સ્ટ્રોબેરી રસમલાઈ

Jul-23-2018
Bharti Khatri
10 મિનિટ
તૈયારી નો સમય
45 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બીટ કસ્ટડૅ મા સ્ટ્રોબેરી રસમલાઈ રેસીપી વિશે

અક્સર રસમલાઈ રબડી મા બનાવીએ છે પણ થોડું નવીન કર્યુ છે. રસ મલાઈ મા સ્ટ્રોબેરી ના નાના ટુકડા કરી ને ભરેલ છે અને રાડી ની જગ્યાએ બીટ કસ્ટડૅ બનાવેલ છે આપ સૌને પણ ખુબ પસંદ આવશે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તહેવાર
  • ભારતીય
  • ધીમે ધીમે ઉકાળવું
  • ઠંડુ કરવું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. ૧૦૦ ગ્રામ પનીર
  2. ૫૦૦ ગ્રામ દૂધ
  3. ૧ ચમચી કસ્ટડૅ પાઉડર
  4. ૨ બીટ
  5. ૧ કપ ખાંડ
  6. ૧ ચમચો સુકોમેવો
  7. ૨ કે ૩ તાંતણા કેસર

સૂચનાઓ

  1. બીટ ને ધોઈને તેના કટકા કરી લેવા.
  2. મિક્સર મા પીસી લેવુ.
  3. ૧/૨ કપ દૂધ મા કસ્ટડૅ પાઉડર મિક્સ કરી લેવુ.
  4. હવે કસ્ટડૅ વાળુ દૂધ અને ખાંડ બાકી રહેલ દૂધ મા મિક્સ કરી ઉકાળવુ જ્યા સુધી દૂધ ઘટ્ટ થઈ જાય.
  5. બીટ કસ્ટડૅ તૈયાર છે.
  6. હવે પનીર લો.
  7. હવે પનીર ને જ્યા સુધી સ્મૂથ થઈ જાય ત્યા સુધી મસળી લેવુ.
  8. હવે સ્ટ્રોબેરી લો.
  9. હવે પનીર ના ગોળ ગોળો વાળીને ગોળા ને દબાવી ને તેમા સ્ટ્રોબેરી ન ટુકડા મૂકીને ફરીથી ગોળા વાળી લેવા.
  10. તપેલી મા ખાંડ અને પાણી મિક્સ કરી ઉકાળવુ અને ચાસણી કરવી.
  11. આ રીતે સ્ટ્રોબેરી ના કટકા મુકી ગોળા બનાવી લેવા.
  12. ચાસણી મા ગોળા મોટા થઈ જાય ત્યા સુધી ઉકાળવુ.
  13. હવે તૈયાર બીટ કસ્ટડૅ મા સ્ટ્રોબેરી રસમલાઈ મુકી તેના પર સૂકા મેવા ની કાતરી કરી શજાવો અને કેસર ના તાતણા ને દૂધ મા પલાળીને તેને પણ સ્ટ્રોબેરી રસમલાઈ પર સજાવી પિરસવુ. તૈયાર છે બીટ કસ્ટડૅ મા સ્ટ્રોબેરી રસમલાઈ..

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર