હોમ પેજ / રેસિપી / પાસ્તા બાસ્કેટ ચાટ

Photo of Pasta basket chat by Purvi modi at BetterButter
605
0
0.0(0)
0

પાસ્તા બાસ્કેટ ચાટ

Jul-24-2018
Purvi modi
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પાસ્તા બાસ્કેટ ચાટ રેસીપી વિશે

આ એક ફયુઝન ડીશ છે જે બાળકો અને મોટાં બધાને પસંદ આવશે.કીટી પાર્ટી કે બર્થ-ડે પાર્ટી માટે યોગ્ય છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો ના જન્મદિવસ માટે
  • બાફવું
  • સાઈડ ડીશેસ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 3

  1. મેક્રોની કે કોઈ પણ આકારના પાસ્તા ૩/૪ કપ
  2. સમારેલી ડુંગળી ૧
  3. સમારેલું ટમેટું ૧
  4. સમારેલું કેપ્સીકમ ૧
  5. સમારેલી કોથમીર ૧/૪ કપ
  6. ઝીણું સમારેલું લીલું મરચું ૧ ટીસ્પૂન
  7. તેલ ૨ ટેબલસ્પૂન
  8. મીઠું સ્વાદ પ્રમાણે
  9. ચાટ મસાલો ૧ ટીસ્પૂન
  10. શેકેલા જીરું પાઉડર ૧ ટીસ્પૂન
  11. મસાલા શીંગ દાણા ૨-૩ ટેબલસ્પૂન
  12. કોથમીર ફુદીના ની ચટણી ૧/૪ કપ
  13. ખજૂર આમલીની ચટણી ૧/૪ કપ
  14. ઝીણી સેવ જરૂર મુજબ
  15. તીખી બુંદી જરૂર મુજબ
  16. રેડીમેડ ચાટ બાસ્કેટ જરૂર મુજબ

સૂચનાઓ

  1. સૌપ્રથમ પાસ્તા ને પેકેટ પરની સૂચના મુજબ બાફી લો.
  2. એક બાઉલમાં તેલ, મીઠું, ચાટ મસાલો, શેકેલા જીરું પાઉડર અને વાટેલું લીલું મરચું મિક્સ કરો.
  3. હવે તેમાં બાફેલા પાસ્તા, ડુંગળી, ટમેટું, કેપ્સિકમ અને કોથમીર ઉમેરો
  4. મસાલા શીંગ દાણા, કોથમીર ફુદીનાની ચટણી, ખજૂર આમલીની ચટણી ઉમેરીને બરાબર મિક્સ કરો.
  5. હવે આ મિશ્રણને ચાટ બાસ્કેટ માં ભરી ઉપરથી સેવ તથા તીખી બુંદી ભભરાવી પરોસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર