કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / દાલ પકવાન

Photo of Dal pakwan by Harsha Israni at BetterButter
0
3
0(0)
0

દાલ પકવાન

Jul-24-2018
Harsha Israni
15 મિનિટ
તૈયારી નો સમય
60 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

દાલ પકવાન રેસીપી વિશે

દાલ પકવાન અેક સીંધી ડીશ છે. જે નાશતા કે લંચ તરીકે લઈ શકાય છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સિંધી
  • હાઈ ફાઈબર

સામગ્રી સર્વિંગ: 5

  1. ૧કપ ચણાની દાળ
  2. ચપટી હીંગ
  3. ૧/૪ ચમચી હળદર
  4. ૧/૨ ચમચી લાલ મરચુ
  5. મીઠુ સવાદ મુજબ
  6. ૮- ૧૦ પાંદડાં મીઠો લીમડો
  7. ૧ ચમચી જીરુ
  8. ૧/૪ ચમચી આમચૂર
  9. ૧ ચમચી ગરમ મસાલો
  10. ૧/૨ કપ સમારેલી કોથમીર
  11. ૧/૨ ચમચી ધાણાજીરુ
  12. ૧/૨ કપ સમારેલી ડુંગળી
  13. તેલ
  14. ૧ કપ મેંદો
  15. ૧ મોટો ચમચો રવો

સૂચનાઓ

  1. ચણાની દાળને ત્રણ કપ પાણીમાં એક કલાક સુધી પલાળી રાખો.પાણી કાઢીને બીજુ ત્રણ કપ પાણી લઈ તેમાં હળદર અને મીઠું નાખી બાફવા મૂકો.
  2. ચડી ગયેલી દાળ ને એક પેનમાં નાખી ગેસ પર મૂકો. જો પાણી ઓછું લાગે તો અડધો કપ જેટલું પાણી ઉમેરો. તેમાં થોડુમીઠુ ,હળદર આમચૂર નાખીને ધીમી આંચ પર પકાવો.
  3. બીજા ગેસ પર પેનમાં થોડું તેલ લઇ તેમાં જીરુ, હીંગ,લાલમરચુ ,ગરમમસાલો,ધાણાજીરુ,લીમડો નાખી હલાવીને દાળમાં નાખી દો.
  4. હવે એક બાઉલમાં મેંદો ,રવો,મીઠુ,જીરુ ,ચાર ચમચા તેલ મીકસ કરો. થોડુ થોડુ પાણી નાખતા સાધારણ ઢીલો એવો લોટ બાંધો.
  5. લોટમાંથી લૂઆ બનાવો. એક એક કરીને મોટી પૂરી ( પકવાન) વણીને તેની ઉપર કાંટાથી ગોદી નાખો.
  6. એક કઢાઈમાં તેલ ગરમ કરીને આ પૂરીને (પકવાન) ગુલાબી રંગના ધીમા તાપે તળી નાખો.કડક પૂરીમાંથી તેલ નીતરી જાય તે માટે તેને પેપર પર મૂકો.
  7. દાળ ની સાથે પકવાન ,ડુંગળી,કોથમીર સજાવીને પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર