હોમ પેજ / રેસિપી / ઇન્સ્ટન્ટ મગ ની દાળ નો હલવો

Photo of Instant moong dal halwa by Dr.Kamal Thakkar at BetterButter
0
2
0(0)
0

ઇન્સ્ટન્ટ મગ ની દાળ નો હલવો

Jul-25-2018
Dr.Kamal Thakkar
5 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
8 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ઇન્સ્ટન્ટ મગ ની દાળ નો હલવો રેસીપી વિશે

મગ ની દાળ નો હલવો દાળ ને પલાળી ને બનાવામાં આવે છે પણ અહીંયા મેં તરત બનાવાઈ એવી રીતે બતાવા છે.આ સ્વાદિષ્ટ હલવો મગ ની દાળ માં દૂધ ઉમેરીને બનાવાયો છે,એટલે માવો નાખવાની જરૂર નથી.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તહેવાર
  • ગુજરાત
  • સાંતળવું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 8

  1. મગ ની દાળ ૧ કપ
  2. ખાંડ ૧ કપ
  3. ઘી ૧/૨ કપ
  4. દૂધ ૫૦૦ મિલી લિટર
  5. પાણી ૧ કપ
  6. કાજુ ૧૦
  7. બદામ ૧૦
  8. પિસ્તા ૧૦
  9. કિસમિસ ૧૦-૧૫
  10. કેસર ના દોરા ૧૦-૧૨
  11. એલચી ૫-૬

સૂચનાઓ

  1. મગ ની દાળ ને કપડાં થી લૂછીને મિક્સર માં પીસી લો.કરકરો લોટ હોય એવું રાખવાનું છે.
  2. એક નોનસ્ટિક કઢાઈ માં ઘી નાખો.ગરમ થાય એટલે દાળ નો પાવડર ઉમેરો.
  3. ધીમા તાપે સતત હલાવો.
  4. ૧૫ મિનિટ પછી દાળ હલકી થઈ જશે અને એનો રંગ બદલાય જશે.સરસ સુગંધ આવશે એટલે સમજવાનું કે દાળ શેકાય ગઈ છે.
  5. હવે ગરમ દૂધ નાખો અને સતત હલાવો. ગાઠા ના પડે એનું ધ્યાન રાખો.
  6. બધું દૂધ સોસાય જાય એટલે એક કપ ગરમ પાણી ઉમેરો.
  7. દૂધ માં પલાળેલું કેસર પણ નાખી દો.હલાવિને ઢાંકી દો.ધીમા તાપે ચડવા દો.
  8. ૮-૧૦ મિનિટ માં બધું પાણી સોસાય જશે અને હલવો તૈયાર થઈ જશે.એલચી પાવડર અને તળેલા ડ્રાયફ્રુટ ઉમેરો.ખાંડ નાખો.
  9. ખાંડ નાખ્યા પછી હલવો થોડો ઢીલો થશે પણ ધીરે ધીરે હલાવતા રહો એટલે ખાંડ ઓગળી જશે અને હલવો માંથી ઘી છૂટશે.
  10. હલવો તૈયાર છે.હવે સેરવિંગ બાઉલ માં કાઢો.
  11. ઉપર થી ઘી ને સૂકા મેવા નાખીને ગરમાગરમ પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર