હોમ પેજ / રેસિપી / ઓનિયન સાલન

Photo of Onion Salan by Purvi Modi at BetterButter
48
0
0.0(0)
0

ઓનિયન સાલન

Jul-25-2018
Purvi Modi
5 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ઓનિયન સાલન રેસીપી વિશે

આ એક પ્રસિદ્ધ સાઉથ ઇન્ડિયન સબ્જી છે. જે રાઈસ અથવા રોટલી કે પરાઠા સાથે સરસ લાગે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • દક્ષિણ ભારતીય
  • ધીમે ધીમે ઉકાળવું
  • શેકેલું
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. નાની ડુંગળી ૮-૧૦
  2. તેલ ૪-૫ ટીસ્પૂન
  3. રાઈ ૧ ટીસ્પૂન
  4. જીરું ૧ ટી સ્પૂન
  5. ચપટી હિંગ
  6. લીમડાના પાન ૬-૭
  7. ૨ ડુંગળી ની પેસ્ટ
  8. વાટેલું લસણ ૬-૭ કળી
  9. મીઠું સ્વાદ પ્રમાણે
  10. હળદર ૧/૨ ટી સ્પૂન
  11. લાલ મરચું પાવડર ૧ ટી સ્પૂન
  12. ધાણા પાવડર ૧ ટી સ્પૂન
  13. ગોળ ૨ ટી સ્પૂન
  14. આમલીની પેસ્ટ ૨ ટેબલસ્પૂન
  15. વાટેલો મસાલો બનાવવા માટેની સામગ્રી:-
  16. શીંગ દાણા ૨ ટેબલસ્પૂન
  17. તલ ૨ ટેબલસ્પૂન
  18. જીરું ૨ ટેબલસ્પૂન
  19. આખા ધાણા ૧ ટેબલસ્પૂન
  20. સૂકા લાલ મરચાં ૩-૪
  21. સૂકા કોપરા નું છીણ ૨ ટેબલસ્પૂન

સૂચનાઓ

  1. સૌપ્રથમ વાટેલો મસાલો તૈયાર કરવો. તેના માટે બધા મસાલાને શેકી મિક્સરમાં વાટી લો.
  2. હવે એક કઢાઈમાં તેલ ગરમ કરો અને તેમાં રાઈ, જીરું ઉમેરો.
  3. રાઈ તતડે એટલે તેમાં હિંગ અને લીમડાના પાન ઉમેરો.
  4. હવે તેમાં ડુંગળી ની પેસ્ટ અને વાટેલું લસણ સાંતળો.
  5. હવે તેમાં વાટેલો મસાલો ઉમેરો અને લગભગ ૨ કપ પાણી ઉમેરીને બરાબર હલાવો.
  6. હવે તેમાં મીઠું, હળદર, લાલ મરચું અને ધાણા પાવડર ઉમેરીને બરાબર મિક્સ કરો.
  7. હવે તેમાં નાની આખી ડુંગળી ઉમેરીને ઢાકણથી ઢાંકી દો.
  8. લગભગ ૧૦-૧૫ સુધી અથવા ડુંગળી બરાબર ચઢી જાય ત્યાં સુધી રાંધો.
  9. હવે તેમાં ગોળ તથા આમલીની પેસ્ટ ઉમેરો અને ૨-૩ મિનિટ સુધી થવા દો. ઓનિયન સાલન તૈયાર છે.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર