હોમ પેજ / રેસિપી / મેંગો ફિરની

Photo of Mango firni by Urvashi Belani at BetterButter
244
1
0.0(0)
0

મેંગો ફિરની

Jul-26-2018
Urvashi Belani
30 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મેંગો ફિરની રેસીપી વિશે

આ રેસીપી ચોખા ને પીસી ને દૂધ સાથે ઉકાળી ને બનાવી છે અને પાકી કેરી નો પલ્પ નાખી તેને મેંગો ફ્લેવર આપ્યો છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • તહેવાર
  • ડેઝર્ટ

સામગ્રી સર્વિંગ: 2

  1. 1 લિટર ફુલ ક્રીમ દૂધ
  2. 2 ટેબલ સ્પૂન બાસમતી ચોખા
  3. 1/4 કપ કન્ડેન્સ્ડ મિલ્ક
  4. 1/4 કપ ખાંડ
  5. 1/2 કપ મેંગો પલ્પ
  6. 1/4 ટી સ્પૂન ઈલાયચી પાવડર
  7. થોડા કાપેલા ડ્રાયફ્રુટ ( સજાવટ માટે)

સૂચનાઓ

  1. ચોખા ને 1/2 પાણી માં પલાળી રાખો પછી પાણી કાઢી મિક્સર માં પીસી ને દરદરી પેસ્ટ બનાવો.
  2. દૂધ ને ઉકળવા મુકો, જ્યારે ઉકળી જાય ત્યારે ધીમી આંચ પર 10 મિનિટ સુધી ઉકળવા દો.
  3. જ્યારે દૂધ ગાઢું થઈ જાય ત્યારે તેમાં ચોખા ની પેસ્ટ નાખો અને સતત હલાવતા રહો.
  4. 5 મિનિટ પછી ફરી થી ધીમી આંચ પર મૂકો અને વચ્ચે વચ્ચે હલાવતા રહો.
  5. જ્યારે ચોખા બરાબર રંધાઈ જાય ત્યારે ખાંડ, કન્ડેન્સ્ડ મિલ્ક નાખી મિક્સ કરો. 2 મિનિટ પછી ગેસ બંધ કરી દો.
  6. ઈલાયચી પાવડર નાખી મિક્સ કરો અને થોડું ઠંડુ થવા દો.
  7. મેંગો પલ્પ નાખી મિક્સ કરી દો અને ફ્રીઝ માં ઠંડુ થવા દો.
  8. સર્વ કરતી વખતે ઉપર થોડા ડ્રાયફ્રુટ કતરણ નાખી સજાવી સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર