હોમ પેજ / રેસિપી / Cheese Chilla Pockets

Photo of Cheese Chilla Pokets by Chandni Bhatt at BetterButter
717
1
0.0(0)
0

Cheese Chilla Pockets

Jul-26-2018
Chandni Bhatt
25 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

Cheese Chilla Pockets રેસીપી વિશે

ગુજરાતીઓ માં પુડલા તો બહુ જ પ્રિય હોય છે. પણ એ પરંપરાગત પુડલા માં થોડા ફેરફાર સાથે નવા સ્વરૂપે રજૂ કરવામાં આવે તો પરિવારમાં નાના થી લઈને મોટા સહુ કોઈ મજાથી ખાઈ શકે. તો ચાલો શીખી લઈએ ચીઝ ચિલ્લા પોકેટ્સ.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. પુડલા નું ખીરું બનાવવા માટેની સામગ્રી:-
  2. બેસન 2 કપ
  3. દહીં 1/2 કપ
  4. શેકેલું જીરું પાવડર 1 ટી.સ્પૂન
  5. વાટેલો અજમો 1/2 ટી. સ્પૂન(optional)
  6. મીઠું સ્વાદ અનુસાર
  7. હળદર 1/2 ટી.સ્પૂન
  8. લાલ મરચું પાવડર 1 ટી. સ્પૂન
  9. પાણી જરૂર મુજબ
  10. પૂરણ માટેની સામગ્રી:-
  11. છીણેલા ગાજર 2 નંગ
  12. છીણેલુ બીટ 1 નંગ (નાનું)
  13. ઝીણી સમારેલી ડુંગળી 1 નંગ(મોટી)
  14. ઝીણું સમારેલું કેપ્સિકમ 1 નંગ
  15. છીણેલું ચીઝ 100 ગ્રામ
  16. ટોમેટો કેચપ 2 ટે.સ્પૂન
  17. બટર 2 ટે.સ્પૂન
  18. આદુ લસણ ની પેસ્ટ 1 ટે. સ્પૂન
  19. કોથમીર જરૂર મુજબ
  20. મીઠું સ્વાદ અનુસાર
  21. ચીલી ફ્લેક્સ 1 ટી.સ્પૂન
  22. ઓરેગાનો 1 ટી.સ્પૂન
  23. અન્ય સામગ્રી:-
  24. તેલ અથવા બટર ચિલ્લા શેકવા માટે
  25. છીણેલું ચીઝ ગાર્નિશ કરવા
  26. મનપસંદ ડીપ પીરસવા માટે

સૂચનાઓ

  1. સૌ પ્રથમ ચિલ્લા નું ખીરું તૈયાર કરવા માટે બેસન માં દહીં,મીઠું,અજમો,જીરું વગેરે સામગ્રી ઉમેરી જરૂર મુજબ પાણી ઉમેરી ચિલ્લા ઉતારી શકાય તેવું ખીરું તૈયાર કરવું.
  2. એક પૅન માં બટર ગરમ કરી તેમાં ડુંગળી અને આદુ લસણ ની પેસ્ટ સાંતળી લેવી.
  3. હવે તેમાં છીણેલું ગાજર,બીટ,કેપ્સિકમ ઉમેરી સાંતળી લેવું.
  4. ચીલી ફ્લેક્સ,ઓરેગાનો,મીઠું,કેચપ વગેરે ઉમેરી મિક્સ કરી લેવું.
  5. ગેસ બંધ કરી તેમાં ચીઝ અને કોથમીર ભભરાવી મિક્સ કરી એક બાજુ થોડું ઠંડુ થવા મૂકી દો.
  6. હવે તવી ગરમ થાય એટલે પાતળા ચિલ્લા ઉતારવા. ચિલ્લા ને બંને બાજુ બરાબર શેકી લેવા. શેકવા માટે બટર અથવા તેલ નો ઉપયોગ કરવો.
  7. ચિલ્લા શેકાય જાય એટલે ચિલ્લાની વચ્ચે પુરણ મૂકી ચારે બાજુથી ફોલ્ડ કરી પોકેટ્સ વાળી લેવા.
  8. એક એક પોકેટ્સ આ રીતે તૈયાર કરી ગરમ ગરમ પીરસવા.
  9. પીરસતી વખતે પોકેટ્સ ને વચ્ચેથી કટ કરી ચીઝ ભભરાવવું.
  10. તમારા મનપસંદ ડીપ સાથે ગરમ ગરમ ચીઝ ચિલ્લા પોકેટ્સ ની મજા માણો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર