હોમ પેજ / રેસિપી / મેંગો રસગુલ્લા

Photo of Mango Rasgulla by Rani Soni at BetterButter
425
2
0.0(0)
0

મેંગો રસગુલ્લા

Jul-27-2018
Rani Soni
5 મિનિટ
તૈયારી નો સમય
35 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મેંગો રસગુલ્લા રેસીપી વિશે

બંગાળ ની આ મીઠાઈ હવે જુદી જુદી ફલેવર માં પણ બનાવી શકાય છે .અહીં મે રસગુલ્લા ને મેંગો ફલેવર આપી છે જે ખાવા માં બહુ સરસ લાગે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • પશ્ચિમ બંગાળ
  • ઉકાળવું
  • ડેઝર્ટ

સામગ્રી સર્વિંગ: 4

  1. 1 લિટર ગાય નું દૂધ
  2. 1 કપ મેંગો પ્યોરી
  3. 2 ચમચી લીંબુ નો રસ
  4. 2 1/4 કપ પાણી
  5. 1 1/2 કપ ખાંડ
  6. 1 /2 ચમચી મેંગો એસેન્સ
  7. ચપટી કેસર

સૂચનાઓ

  1. દૂધને ગરમ કરો
  2. મેંગો પ્યોરી નાંખો
  3. ઊભરો આવે એટલે ઉતારી લો
  4. લીંબુનો રસ દૂધમાં મિકસ કરો
  5. દૂધ અને પાણી છૂટા પડે એટલે કપડામાં ગાળીને 30-35 મિનિટ મૂકી રાખો જેથી પાણી નિતારી જાય
  6. પનીર તૈયાર છે
  7. પનીર ને મસળી તેના લૂઆ કરી નાના ગોળા કરો
  8. હવે એક વાસણમાં પાણી લો, તેમાં ખાંડ ઉમેરો
  9. એક તારની ચાસણી બનાવો તેમાં મેંગો એસેન્સ નાંખો
  10. ગોળા ચાસણીમાં ઉમેરો 15 મિનિટ માં ગોળા ફૂલી જશે
  11. ગેસ બંધ કરી ઠંડા કરો
  12. કેસર નાંખી મેંગો રસગુલ્લા સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર