હોમ પેજ / રેસિપી / પંજાબી ટ્રેડિશનલ મીઠા ભાત

Photo of PUNJABI TRADITIONAL SWEET DISH by Ankita Tahilramani at BetterButter
0
0
0(0)
0

પંજાબી ટ્રેડિશનલ મીઠા ભાત

Jul-28-2018
Ankita Tahilramani
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પંજાબી ટ્રેડિશનલ મીઠા ભાત રેસીપી વિશે

પંજાબી ટ્રેડિશનલ મીઠા ભાત ખૂબ જ સ્વાદિષ્ટ ડીશ છે. તહેવારો, લગન પ્રસંગો મા કે કોઈ સારા કામો મા આ ડીશ બનાવાય છે. આ ડીશ એટલી સહેલી છે કે પંજાબ મા રસોઈ શીખવાનું શરુ કયૃ હોય એને પણ સહૈલઈ થી આવડી જાય છે. કેસર અને સુકા મેવા નો ઉપયોગ કરવામાં આવે છે જેનાં થી આ ડીશ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે.

રેસીપી ટૈગ

 • વેજ
 • આસાન
 • તહેવાર
 • પંજાબી
 • સાંતળવું
 • ડેઝર્ટ

સામગ્રી સર્વિંગ: 2

 1. રાંધેલા બાસમતી ચાવલ 1 કપ
 2. ખાંડ 1/4 કપ
 3. 1/4 કપ પાણી
 4. 2 ટેબલ સ્પૂન ઘી
 5. 10-15 કેસર ની કણી 1 ટેબલ સ્પૂન દૂધ મા પલાળેલી.
 6. બદામ 3-4 જીની કાપેલી કાતરી
 7. કાજુ 4-5 જીની કાપેલી કાતરી
 8. કિસમિસ 6-7
 9. પિસ્તા 3-4 જીના કાપેલા
 10. લવિંગ 2 નંગ
 11. ઈલાયચી 2 નંગ
 12. તમાલપત્ર 1/4 ભાગ
 13. પીળો રંગ સાવ જરીક

સૂચનાઓ

 1. એક બાઉલમાં ભાત અને સાકર સારી રીતે મેળવીને બાજુ પર રાખો.
 2. એક ખુલ્લા નૉન-સ્ટીક પૅનમાં ઘી ગરમ કરી તેમાં ઈલાયચી,લવિંગ અને તમાલપત્ર મેળવી મધ્યમ તાપ પર ૩૦ સેંકડ સુધી સાંતળી લો.
 3. તે પછી તેમાં ભાત-સાકરનું મિશ્રણ મેળવી સારી રીતે મિક્સ કરી લો.
 4. એક નાના બાઉલમાં કેસર-દૂધનું મિશ્રણ અને પીળો રંગ મેળવી સારી રીતે મિક્સ કરી લો.
 5. આ કેસરનાં મિશ્રણને તૈયાર કરેલા ભાતમાં મેળવી સારી રીતે મિક્સ કરો
 6. હવે તૈયાર રાખેલ સુકા મેવા નાખો.
 7. ધીમા તાપ પર 2 થી 3 મિનિટ અથવા સાકર સારી રીતે પીગળી જાય ત્યાં સુધી થોડા-થોડા સમયે હલાવતા રહી રાંધી લો.
 8. તો તૈયાર છે પંજાબી મીઠા ભાત.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર