BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / Corn shushi roll

Photo of Corn shushi roll by Urvashi Belani at BetterButter
0
7
5(3)
0

Corn shushi roll

Jul-30-2018
Urvashi Belani
120 મિનિટ
તૈયારી નો સમય
40 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • કિટ્ટીપાર્ટી
  • સ્નેક્સ

સામગ્રી સર્વિંગ: 6

  1. મકાઈ નો મસાલો બનાવવા માટે:
  2. 3 મકાઈ ડોડા (નરમ)
  3. 3 ચમચા ઘી
  4. 1/2 ચમચી રાઇ
  5. 1/2 ચમચી જીરું
  6. 1/4 ચમચી હિંગ
  7. 2 ચમચા વાટેલા આદુ મરચા
  8. 1 કપ દૂધ
  9. 2 ચમચી ખાંડ
  10. 1 ચમચી લાલ મરચું
  11. 1/2 ચમચી હળદર
  12. સ્વાદાનુસાર નમક
  13. 1 લીંબુ નો રસ
  14. કોથમીર
  15. પાલક નુ કવર માટે:
  16. 1 કપ ઘઉં નો લોટ
  17. 1/2 કપ પાલક ની પેસ્ટ (પાલક બાફી ને વાપરવી)
  18. 1/2 કપ દહીં
  19. 1 ચમચી નમક
  20. સ્વાદાનુસાર નમક
  21. નારિયેળ ની સ્ટિક ( વચ્ચે મુકવા)

સૂચનાઓ

  1. મસાલો બનાવવા માટે મકાઈ ના ડોડા ને છીણી લો.
  2. નોન સ્ટિક કઢાઈ માં ઘી ગરમ કરી રાઈ ,જીરું,હિંગ ,આદુ મરચા નાખી મકાઈ ડોડા ની છીણ નાખો અને ઘીમી આંચ પર શેકો(સતત હલાવતા રહો)
  3. જ્યારે તેનો રંગ બદલાય ત્યારે દૂધ નાખી મિક્સ કરો.
  4. નમક,ખાંડ,લાલ મરચું અને હળદર નાખી મિક્સ કરી ધીમી આંચ પર રહેવા દો અને વચ્ચે વચ્ચે હલાવતા રહો.
  5. જ્યારે કીનારી પર ઘી છૂટવા લાગે ત્યારે ગેસ બંદ કરી તેમાં લીંબુ નો રસ અને કોથમીર નાખી મિક્સ કરો.
  6. ઘઉં ના લોટ માં દહીં, પાલક પેસ્ટ લાલ મરચું અને નમક નાખી મિક્સ કરો. પાણી નાખી પાતળું ખીરું (ચીલા જેવું) તૈયાર કરો અને તેને 1 કલાક સુધી ઢાંકી ને મૂકી દો.
  7. નોનસ્ટિક તવા પર આ ખીરું ગોળાકાર માં ફેલાવો અને બન્ને બાજુ થી તેલ લગાવી શેકી લો. આ રીતે બધાં ચીલા શેકી લો.
  8. મકાઈ ના મસાલા નો રોલ બનાવો અને તેને ચીલા વચ્ચે મૂકો. રોલ કવર થાય તેટલો ચીલો રાખી બાકી વધારાનો ભાગ કાપી દો. મકાઈ નો રોલ આખો કવર થાય તે રીતે રોલ બનાવી તેને 1 કલાક ફ્રીઝ માં મૂકી દો.
  9. રોલ ને કાપી વચ્ચે નારિયેળ ની સ્ટિક લગાવી ટોમેટો સોસ અથવા ચટણી સાથે સર્વ કરો.

સમીક્ષાઓ (3)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
Shital Satapara
Aug-07-2018
Shital Satapara   Aug-07-2018

Harsha Israni
Aug-03-2018
Harsha Israni   Aug-03-2018

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર