હોમ પેજ / રેસિપી / હરીયાળી સાબુદાણા વડા

Photo of Hariyali Sabudana Vada by Rani Soni at BetterButter
904
2
0.0(0)
0

હરીયાળી સાબુદાણા વડા

Jul-30-2018
Rani Soni
120 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

હરીયાળી સાબુદાણા વડા રેસીપી વિશે

સાબુદાણા વડા અે વધારે ઉપવાસ માં ખવાય છે.મેં સાબુદાણા વડા માં કોથમીર,લીમડો,લીલા મરચા,આદું ની પેસ્ટ બનાઈ ને હરીયાળી વડા બનાયા છે જે ટેસ્ટ માં ખૂબ સરસ લાગે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ભારતીય
  • શેલો ફ્રાય
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. 1 કપ સાબુદાણા
  2. 1 બાફેલું બટાકું
  3. 2 ચમચી શેકેલા સીંગદાણા (અધકચરા વાટેલ)
  4. 1/4 નાની ચમચી શેકેલું જીરું
  5. 1 ચમચી લીંબુનો રસ
  6. મીઠુ સ્વાદ મુજબ
  7. ચટણી બનાવવા:
  8. 1 કપ કોથમીર
  9. 2-3 લીલા મરચાં
  10. 2-3 લીમડાના પાન
  11. 3-4 ફુદીના પાન
  12. 1 નાનો ટુકડો આદુ
  13. 2 ચમચી તેલ શેકવા
  14. 1 ચમચી કોથમીર સજાવવા

સૂચનાઓ

  1. સાબુદાણાને 2 કલાક પાણી માં પલાળવા.
  2. પાણી નીતારી કોરા પાડવા.
  3. ચટણી માટે કોથમીર,લીમડો,લીલા મરચા,ફુદીના પાન , આદુ ને મિક્સરમાં 1-2 ચમચી પાણી ઉમેરી વાટી લો.
  4. અેક બાઉલ માં સાબુદાણા ,બાફેલા બટાકા, શેકેલા સીંગદાણા, બનાવેલ ચટણી, શેકેલું જીરું ,લીંબુનો રસ,મીઠું લો અને મિક્સ કરો.
  5. હવે મિશ્રણ માંથી મનપસંદ આકાર આપી ગોળ કે લંબગોળ વડા બનાવો.
  6. એક પેન માં તેલ ગરમ કરી વડા ને શેકી લો.
  7. કોથમીર થી સજાવવો.
  8. હરીયાળી સાબુદાણા વડા તૈયાર છે તેને દહીં જોડે પિરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર