હોમ પેજ / રેસિપી / ગારલિક આલુ મસાલા ભીંડી

Photo of Garlic aalu masala bhindi by Harsha Israni at BetterButter
437
2
0.0(0)
0

ગારલિક આલુ મસાલા ભીંડી

Jul-30-2018
Harsha Israni
25 મિનિટ
તૈયારી નો સમય
40 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ગારલિક આલુ મસાલા ભીંડી રેસીપી વિશે

આ ડીશ સીંધીની ફેમસ ડીશ છે . આ શાક રાંધણ છઠઠ ના દિવસે દરેક સીંધીના ઘરે બને છે અને સાતમના દિવસે પૂરી અથવા રોટલી સાથે ઠંડી જ પીરસેછે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સિંધી
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. ૨૫૦ ગા્મ ભીંડા
  2. ૨૫૦ ગા્મ બટાકા (આલુ)
  3. ૧૦થી ૧૫ કળી લસણ
  4. ૧/૨ કપ સમારેલી કોથમીર
  5. ૧/૨ ચમચી લાલ મરચુ
  6. ૪ થી ૫ નંગ લીલા મરચાં
  7. ૧/૨ ચમચી હળદર
  8. મીઠું જરુર મુજબ
  9. ૨ ચમચી ધાણાજીરુ
  10. તેલ
  11. ૧/૨ ચમચી લીંબુનો રસ
  12. ૧ કપ સમારેલા ટામેટા

સૂચનાઓ

  1. સૌથી પહેલા ભીંડાને ધોઈને રુમાલથી લૂછી દો.બટાકાને છોલીને ગોળ કાપી દો.ભીંડાને સમારો.
  2. હવે મીકસરના જારમાં લસણ ,લીલા ધાણા, લીલા મરચા ,મીઠુ,લાલ મરચુ,હળદર,લીંબુનો રસ, ધાણાજીરુ નાખી મીકસરમાં પીસીને પેસટ બનાવી લો.
  3. તૈયાર થયેલી પેસટ .
  4. અેક કઢાઈમાં તેલ ગરમ કરીને બટાકા અને ભીંડાને અલગ અલગ ફા્ય (તળો) કરો. તળાઈ જાય એટલે ડીશ માં કાઢી લો.
  5. તૈયાર કરેલી પેસટને કઢાઈ માં ૧ મોટો ચમચો તેલમાં ૨ મિનિટ સાંતળો.હવે તેમાં ટામેટા અને ૧/૨ કપ પાણી ઉમેરો.ધીમી આંચે ચઢવા દો.
  6. ટામેટા ચઢી જાય તો તેમાં તળેલા બટાકા અને ભીંડા ઉમેરી દો.જરુર પડે તો થોડુ પાણી નાખી શકાય .ધીમા આંચે ચઢવા દો.તૈયાર છે "ગારલિક આલુ મસાલા ભીંડી "

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર