BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / પાલક પનીર

Photo of Palak paneer by Urvashi Belani at BetterButter
0
3
0(0)
0

પાલક પનીર

Aug-01-2018
Urvashi Belani
10 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પાલક પનીર રેસીપી વિશે

આ રેસીપી પંજાબ ની પ્રખ્યાત મુખ્ય વાનગી છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • પંજાબી
  • મુખ્ય વાનગી

સામગ્રી સર્વિંગ: 2

  1. 250 ગ્રામ પાલક
  2. 100 ગ્રામ પનીર
  3. 2 ડુંગળી ની પેસ્ટ
  4. 2 ટામેટા ની પેસ્ટ
  5. 1 ચમચી વાટેલા આદુ લસણ મરચા
  6. સ્વાદાનુસાર નમક
  7. 1 ચમચી લાલ મરચું
  8. 1/2 ચમચી હળદર
  9. 1/2 ચમચી ગરમ મસાલો
  10. 1/2 ચમચી કિચેન કિંગ મસાલો
  11. 1/2 લીંબુ નો રસ

સૂચનાઓ

  1. પાલક ને ધોઈ ઉકળતાં પાણી માં નાખી ગેસ બંદ કરી ઢાંકી દો. 5 મિનિટ પછી પાણી માંથી કાઢી તેને મિક્સર માં પીસીને પેસ્ટ બનાવો
  2. પનીર ના ટુકડા કરી ગરમ તેલ માં તળી તરત પાણી માં નાખો અને 2 મિનિટ પછી પાણી માંથી કાઢી દો
  3. એક કઢાઈ માં તેલ ગરમ કરી તેમાં ડુંગળી ની પેસ્ટ નાખો, 2 મિનિટ પછી વાટેલા આદુ મરચા લસણ નાખો.
  4. જ્યારે ડુંગળી થોડી બ્રાઉન થાય પછી ટામેટા ની પેસ્ટ નાખો.
  5. બધા મસાલા નાંખી મિક્સ કરી ધીમી આંચ પર રાખો.
  6. જ્યારે ગ્રેવી તેલ છોડે ત્યારે પાલક ની પેસ્ટ નાખી 1 મિનિટ ધીમી આંચ પર રાખો.
  7. પનીર ના ટુકડા અને જરૂરીયાત મુજબ પાણી નાખી 5 મિનિટ ઢાંકી ને ધીમી આંચ પર રાખો.
  8. ગરમ ગરમ રોટલી અથવા પરાઠા સાથે સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર