સ્વામિનારાયણ ની કઢી ખીચડી | swami narayani ni khichdi kadhi Recipe in Gujarati

ના દ્વારા Yashi Bhumi Kariya  |  2nd Aug 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • swami narayani ni khichdi kadhi recipe in Gujarati, સ્વામિનારાયણ ની કઢી ખીચડી, Yashi Bhumi Kariya
સ્વામિનારાયણ ની કઢી ખીચડીby Yashi Bhumi Kariya
  • તૈયારીનો સમય

    10

    મીની
  • બનાવવાનો સમય

    7

    મીની
  • પીરસવું

    4

    લોકો

0

0

સ્વામિનારાયણ ની કઢી ખીચડી વાનગીઓ

સ્વામિનારાયણ ની કઢી ખીચડી Ingredients to make ( Ingredients to make swami narayani ni khichdi kadhi Recipe in Gujarati )

  • એક કપ ચોખા .
  • એક કપ ખીચડી ની દાળ
  • એક કપ તુવેર દાળ
  • એક કપ મગ ની છડી (પીળી ) દાળ
  • હળદર એક નાની ચમચી
  • ઘી ચાર ચમચી
  • લવિંગ બે
  • તજ બે નંગ
  • રાય અડઘી ચમચી
  • જીરું અડધી ચમચી
  • લીમડો એક ડાળ
  • ધાણા ભાજી થોડી
  • મીઠું ટેસ્ટ મુજબ
  • ગરમ મસાલો
  • આદુ થોડો
  • મરચા ત્રણ નગ
  • ટમેટા બે નંગ
  • રીગણ એક નાનું
  • એક બટેટું
  • કોબી થોડી
  • દૂધી થોડી
  • વટાણા અડધો નાનો કપ
  • ગુવાર પાંચ સીંગ
  • કઢી માટે સામગ્રી
  • છાશ એક લીટર
  • ચણા નો લોટ એક ચમચો
  • ગોળ એક ચમચો
  • વાટેલા આદુ મરચા ટેસ્ટ મુજબ
  • મીઠું સ્વાદ મુજબ
  • તેલ બે ચમચી
  • રાય અડધી ચમચી
  • જીરું અડધી ચમચી
  • લીમડો એક ડાળ
  • હળદર નાની એક ચમચી
  • ધાણા ભાજી થોડી

How to make સ્વામિનારાયણ ની કઢી ખીચડી

  1. પહેલા દાળ ચોખા મિક્સ કરી પલાડવા વીસ મિનિટ સુધી પછી બધું શાક સુધારવું પછી એક કુકર માં ઘી ગરમ મૂકવું ગરમ થાય પછી રાય,જીરું ,લીમડો,બાદીયુ,લવિંગ,મુકી ને મિક્સ શાક ને વઘારવું તેમાં ટમેટું પણ નાખવું પાંચ મિનિટ પછી પલાળેલા ચોખા દાળ ને તેમાં ઉમેરવા ગરમ મસાલો નાખવો પલાળવા માં જે પાણી નાખીયુ હોય તે જ઼ પાણી કુકર માં નાખવું જરુર હોય તો અડધો ગ્લાસ પાણી નાખવું ધીમા ગેસે ચડવા દેવી .આ ખીચડી ઢીલી અને ગરમ સારી લાગે છે ખુબજ ટેસ્ટી બને છે .
  2. કઢી માં મેં છાસ માં ચણા નો લોટ નાખી બેલાન્ડેર બેલન્ડર મારી ગોળ ,હળદર,મીઠું,લીમડો,ટામેટું,આદુ મરચાની પેસ્ટ ,મીઠું ,અને ખીચડી માં નાખેલા શાક ભાજી પણ નાખીયા પછી ધીમા ગેસે ખુબ ઉકાળી ને તેલ મૂકી રાય,જીરું ,લીમડો,લવિંગ,મૂકી ને વઘારી છે પછી પાછી પાંચ મિનિટ ઉકાળી ને ધાણા ભાજી નાખી છે.

My Tip:

સ્વામિનારાયણ મંદિર માં ખીચડી કઢી મળે છે આ ઘરે પણ બની શકે છે ખુબ ખુબ ટેસ્ટી છે.

Reviews for swami narayani ni khichdi kadhi Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો