BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / કેરી ની બરફી

Photo of Mango burfi by Rani Soni at BetterButter
0
0
0(0)
0

કેરી ની બરફી

Aug-02-2018
Rani Soni
10 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કેરી ની બરફી રેસીપી વિશે

જો તમે મેંગો લવર છો તો આ વાનગી જરુર થી બનાવજો .કેરી ની બરફી ને તાજી કેરી ના ટુકડા ઉપર મૂકી તેને બદામ કાજુ ,કેસર, ચાંદી વરખ, ગુલાબ ની પાંખડી થી સુશોભન કરી છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ભારતીય
  • સાંતળવું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 1/2 કપ કેસર કેરી પલ્પ
  2. 2 કપ માવો
  3. 1/4 કપ દળેલી ખાંડ
  4. 1 ચપટી અેલચી પાવડર
  5. 2 ચમચી બદામ કાજુ ટુકડા
  6. 1 ચાંદી વરખ
  7. 1 ચપટી કેસર
  8. 3-4 ગુલાબ ની પાંખડી
  9. 1 કેસર કેરી નો ટુકડો

સૂચનાઓ

  1. માવો અને ખાંડને નોનસ્ટીકમાં પેન માં લઈ ગરમ કરો
  2. હવે કેરી નો પલ્પ ઉમેરો
  3. સારી રીતે મિકસ કરો
  4. મધ્યમ તાપ પર મિશ્રણ સાંતળો
  5. જ્યાં સુધી મિશ્રણ ઘટ્ટ બને અને પેન ની આજુબાજુ અે થી મિશ્રણ છોડી દે અેટલે ગેસ બંધ કરો
  6. અેલચી પાવડર ઉમેરો મિકસ કરો
  7. મિશ્રણને ગ્રીસ કરેલ પ્લેટ માં પાથરી લો તેને 4-5 કલાક માટે સેટ થવા દો
  8. ચોરસ આકાર માં કાપો
  9. પિરસતી વખતે કેરી ની બરફી નો ટુકડો તોડી કેસર કેરી ના ટુકડા ઉપર મૂકી
  10. બદામ કાજુ ,કેસર, ચાંદી વરખ, ગુલાબ ની પાંખડી થી સુશોભન કરો
  11. તૈયાર છે કેરી ની બરફી

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર