હોમ પેજ / રેસિપી / પોલકાં ડોટ કલરફુલ મરચાં

Photo of Polka dot colorful marcha by Kalpana Parmar at BetterButter
291
1
0.0(0)
0

પોલકાં ડોટ કલરફુલ મરચાં

Aug-03-2018
Kalpana Parmar
12 મિનિટ
તૈયારી નો સમય
16 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પોલકાં ડોટ કલરફુલ મરચાં રેસીપી વિશે

સમોસાનું નવું રૂપ છે મરચાં ના શેપ માં ..દેખાવ માં પોલકા ડોટ ની ડિઝાઈન જેવું લાગે અને કલરફુલ હોવાથી બાળકો પસંદ થી ખાઈ લે છે પાર્ટી તેમજ મેહમાન માટે બનાવીને પ્રશંસા મેળવી શકો છો

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • દિવાળી
  • ગુજરાત
  • તળવું
  • સાઈડ ડીશેસ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 5

  1. 1. 2 બાફેલા બટાકાં 
  2. 2. 1 ડુંગરી ઝીણી સમારેલી
  3. 3. 2 મોટી ચમચી સિમલા મરચાં ઝીણાં
  4. 4. 2 મોટી ચમચી ગાજર ઝીણાં સમારેલાં
  5. 5. 2 મોટી ચમચી બાફેલા વટાણા
  6. 6. 2 મોટી ચમચી  તેલ વઘાર માટે
  7. 7. 1/2 ચમચી જીરું
  8. 8. ચપટી હિંગ
  9. 9. 1 મોટી ચમચી આદુ લસણ ની પેસ્ટ
  10. 10. 2 લીલા મરચાં ઝીણાં સમારેલાં
  11. 11. 1 નાની ચમચી ગરમ મસાલો
  12. 12. 1 મોટી ચમચી આમચૂર પાવડર
  13. 13. 1/2 નાની ચમચી હળદળ
  14. 14. 2 મોટી ચમચી લીલા ધાણા સમારેલાં
  15. 15. મીઠું સ્વાદમુજબ
  16. # ઉપર ના પળ માટે ( લીલા પળ માટે )
  17. 1/2 કપ મેદો
  18. 1 મોટી ચમચી તેલ મોણ માટે
  19. 2 ચમચી પાલકની પ્યુરી
  20. મીઠુંસ્વાદ મુજબ
  21. # નીચે ના પળ માટે (સફેદ પળ માટે )
  22. 1/2 કપ મેદો
  23. 1 મોટી ચમચી તેલ મોણ માટે
  24. મીઠું સ્વાદ મુજબ

સૂચનાઓ

  1. 1. લીલો ને સફેદ બંને પરોઠા જેવો લોટ બાંધીને 20 મિનિટ માટે રહેવા દેવો
  2. 2. એક કડાઈ માં તેલ ગરમ કરો તેમાં જીરુંનાખો જીરું તતડે એટલે સમારેલી ડુંગરી નાખી ગુલાબી સાતરી લો પછી આદુ લસણ ની પેસ્ટ લીલાં મરચાં સમારેલાં નાખીને 1 મિનિટ માટે સાતરવું પછી ગાજર સિમલા મરચાં વટાણા નાખીને મીઠું નાખીને 2 મિનિટ ઢાંકીને ચડવા દેવું
  3. 3. ત્યારબાદ બધા મસાલા ને બાફેલા બટાકા ને મસળીને નાખવાં 1 મિનિટ માટે બધું સરસ રીતે મિક્સ થવા દેવું ગેસ બંધ કરીને લીલાં ધાણા નાખીને ઠંડુ થવા દેવું ..
  4. 4. લીલા ને સફેદ લોટ માંથી નાની ને પાતળી પુરી વણી લેવી
  5. 5. લીલી પુરી પર કોઈ પણ ડિઝાઈન ના કટરથી થોડાં થોડા અંતર થી કટ કરી લો લીલી પુરી પર સફેદ પુરી દબાવી ને ચોંટાડી દો
  6. 6. બન્ને પુરી નો કોન બનાવો તેમાં  2 ચમચી પૂરણ ભરી ને મરચાંનો શેપ આપો આજ રીતે બીજા પણ બનાવી લો
  7. 7. ગરમ તેલ માં ધીમા તાપે તળી લો લીલી ચટણી કે ટામેટાં કેચૂપ સાથે સર્વ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર