હોમ પેજ / રેસિપી / પાલક માલપુવા

Photo of Palak Malpuva by Bharti Khatri at BetterButter
875
3
0.0(0)
0

પાલક માલપુવા

Aug-04-2018
Bharti Khatri
10 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પાલક માલપુવા રેસીપી વિશે

માલપુવા આપણે બનાવીએ છે પણ અહી પાલક ને પીસી ને ઘી મા સેકી પછી લોટ મા મિક્સ કરી માલપુવા બનાવેલ છે ટેસ્ટ મા પણ ખૂબ સરસ થયા છે આપ સૌને પણ ખુબ પસંદ આવશે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તહેવાર
  • ગુજરાત
  • શેકેલું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. ૧/૨ કપ ઘઉંનો લોટ
  2. ૧/૨ કપ સોજી
  3. ૧/૨ કપ ઘી
  4. ૧/૨ કપ પાલક પ્યોરી
  5. ૧/૨ ચમચી ઇલાયચી પાઉડર
  6. ૧/૨ કપ ખાંડ ચાસણી માટે
  7. ૨ ઈલાયચી ના દાણા
  8. ચપટી કેસર ના તાતણા
  9. ૧/૨ ચમચી ખસખસ
  10. ૧ ચમચી વરિયાળી
  11. ૧ ચમચો કાજુ બદામ ની કાતરી

સૂચનાઓ

  1. પાલક ધોઈ લો.
  2. પાલક ને મિક્સર મા પીસી લેવુ.
  3. કડાઈ મા ઘી ગરમ કરી તેમા પીસેલી પાલક મિક્સ કરી શેકવુ. જ્યા સુધી તેમાનુ બધુ પાણી બળી જાય.
  4. આ રીતે તેમાનુ પાણી બળી ગયા પછી મિશ્રણ તૈયાર થશે.
  5. હવે તપેલી મા ઘઉંનો લોટ, સોજી, વરિયાળી, ઈલાયચી પાઉડર મિક્સ કરવો.
  6. ૧ ચમચી ખાંડ મિક્સ કરો.
  7. હવે પાલક પીસી ને ઘી મા શેકેલી પ્યોરી મિક્સ કરો.
  8. હવે જરૂર હોય તેટલું પાણી મિક્સ કરી જાડું ખીરુ તૈયાર કરવુ.
  9. તપેલી મા ૧ કપ ખાંડ મા ૧ કપ પાણી નાખીને ઉકળવા દેવુ જ્યા સુધી ખાંડ ઓગળી જાય અને થોડી જાડી ચાસણી થવા દેવી.
  10. આ રીતે ચાસણી થાય એટલે તેમા ઇલાયચી ના દાણા અને કેસર ના તાતણા મિક્સ કરવા.
  11. કડાઈ મા ૧ ચમચો ઘી ગરમ કરવા મૂકવુ.
  12. તેમા તૈયાર કરેલ પાલક નુ ખીરુ ગોળાકાર બનાવી ને મૂકવુ.
  13. બન્ને બાજુ લાઈટ બ્રાઉન થાય ત્યા સુધી શેકવુ.
  14. આ રીતે માલપુવા ઘીમાં શેકી તૈયાર કરવા.
  15. માલપુવા બનાવી ને ચાસણી મા થોડીવાર રાખવા.
  16. હવે પાલક માલપુવા તૈયાર છે. તેમા કાજુ બદામ ની કાતરી અને ખસખસ થી સજાવી ને પિરસવું.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર