મેંગો મસ્તાની કૅકે | Mango Mastani Cake Recipe in Gujarati

ના દ્વારા Krupa Shah  |  4th Aug 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Mango Mastani Cake by Krupa Shah at BetterButter
મેંગો મસ્તાની કૅકેby Krupa Shah
 • તૈયારીનો સમય

  60

  મીની
 • બનાવવાનો સમય

  50

  મીની
 • પીરસવું

  8

  લોકો

1

0

મેંગો મસ્તાની કૅકે

મેંગો મસ્તાની કૅકે Ingredients to make ( Ingredients to make Mango Mastani Cake Recipe in Gujarati )

 • ૨ & ૧/૨ કપ મેંદો
 • ૧ નાની ચમચી બેકિંગ સોડા
 • ૨ નાની ચમચી બેકિંગ પાવડર
 • ૪૦૦ ગ્રામ કન્ડેન્સ્ડ મિલ્ક
 • ૨૦૦ ગ્રામ પીગળેલું બટર
 • ૨ મોટી ચમચી ખાંડ
 • ૧ કપ પાણી
 • ૧ મોટી ચમચી વેનીલા એસસેન્સ
 • જરૂર મુજબ શુગર સિરપ
 • ૧ કપ વ્હીપ્પિગ ક્રીમ
 • તાજો કેરી નો રસ ૧ & ૧/૨ હાપુસ કેરી નો
 • અન્ય સામગ્રી લેયર્સ માટે:
 • ૩-૪ મોટી ચમચી ટૂટ્ટી ફ્રુટી - લાલ, લીલી અને પીળી
 • ૨ મોટી ચમચી મિક્સ ફ્રુટ જામ
 • ૪ મોટી ચમચી તાજા ફળો ના ટુકડા (કેળા, અનાનસ, કેરી અને કિવિ ફ્રુટ)
 • સજાવટ માટે:
 • કેરી ની પાતળી સ્લાઈસીસ મેંગો રોઝ બનાવા માટે
 • ૬ ચેરીઝ
 • ટૂટ્ટી ફ્રુટી જરૂર મુજબ
 • કેરી ની સ્લાઈસીસ અને કિવિ ના ટુકડા

How to make મેંગો મસ્તાની કૅકે

 1. ઑવેન ને ૧૦ મિનિટ માટે ૧૮૦℃ પર પ્રી-હીટ કરો.
 2. કૅકે સ્પૉન્જ બનાવા માટે ની બધી સૂકી સામગ્રી ને ૩-૪ વાર ચાળી લો.
 3. અન્ય એક વાસણ માં કન્ડેન્સ્ડ મિલ્ક, પાણી, બટર અને એસસેન્સ લઈ લો. માઇક્રોવેવ માં હાઈ ઉપર ૧ મિનિટ માટે ગરમ કરો.
 4. આ ગરમ કરેલ મિક્સરમાં/મિશ્રણમાં ખાંડ નાખી બરાબર હલાવી લો.
 5. હવે ચાળેલી સૂકી સામગ્રી ભીની સામગ્રી માં ૩ ભાગ માં ઉમેરી દો.
 6. ધીરે ધીરે બધું મિશ્રણ બરાબર હલાવી લો પણ વધારે ન હલાવતાં.
 7. આ મિશ્રણને ગ્રીસ કેક ટીન માં રેડી દો.
 8. હવે આ ટીન ને ઑવેન માં ૫૦ મિનિટ માટે બેક કરો.
 9. બેક થઈ જાય પછી વાયર રેક પર ઠંડી થવા મુકો.
 10. વ્હીપ્પિંગ ક્રીમ જે વાસણ માં વ્હીપ્પ કરવાનું હોય અને હેન્ડ બીટર ના રોડ્સ ને ફ્રીઝર માં ૧ કલાક માટે મુકો.
 11. વ્હીપ્પિંગ ક્રીમ ને ઠંડા કરેલા વાસણ માં લો અને ૨ મિનિટ માટે વ્હીપ્પ કરો.
 12. હવે થોડું થોડું કરીને કેરી નો રસ ઉમેરો અને વ્હીપ્પ કરો.
 13. જ્યાં સુધી બરાબર વ્હીપ્પ ના થાય વ્હીપ્પિંગ ક્રીમ ત્યાં સુધી વ્હીપ્પ કરો.
 14. હવે બને કૅકે ના બે ભાગ કરો અને ઉપર નો બમ્પ કાપી લો. કૅકે ના ચાર ભાગ માંથી ખાલી ૩ જ ભાગ વાપરશું.
 15. કૅકે બોર્ડ લો એના ઉપર વ્હીપ્પડ ક્રીમ લગાવો થોડું પછી ત્રણ માં થી એક કૅકે સ્પૉન્જ મુકો.
 16. સ્પૉન્જ ને શુગર સિરપ થી ભીંજળો પછી એના ઉપર વ્હીપ્પડ ક્રીમ લગાવો અને ટૂટ્ટી ફ્રુટી પાથરો.
 17. એના ઉપર બીજો સ્પૉન્જ નો ભાગ મુકો અને શુગર સિરપ થી ભીંજળો.
 18. એના ઉપર મિક્સ ફ્રુટ જેમ લગાડો અને તાજા ફળો ના ટુકડા મૂકી દો.
 19. હવે ત્રીજો સ્પૉન્જ નો ભાગ લો અને એને પણ શુગર સિરપ થી ભીંજળો. હવે વ્હીપ્પડ ક્રીમ થી બરાબર કવર કરી દો.
 20. હવે વ્હીપ્પડ ક્રીમ ના રોસ્ટીઝ બનાવી લો અને એના ઉપર લીલા રંગ ની ટૂટ્ટી ફ્રુટટી મૂકી દો.
 21. પાતળી કેરી ની સ્લાઈસીસ થી મેંગો રોઝ બનાવો. ચેરીઝ અને કિવિ ફ્રુટ ના ટુકડા મુકો.
 22. સાઇડ માં ટૂટ્ટી ફ્રુટટી નું લેયર કરો એના ઉપર કેરી અને કિવિ ના ટુકડા થી સજાવો.
 23. તૈયાર છે એકદમ મસ્ત કેરી ના સ્વાદ વાળી મેંગો મસ્તાની કૅકે.

My Tip:

બેકિંગ નો સમય દરેક ઑવેન પ્રમાણે અલગ હોય છે એનું ધ્યાન રાખવું.

Reviews for Mango Mastani Cake Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો