હોમ પેજ / રેસિપી / અન્નાનાસ ઝરદા (મીઠા ભાત)

Photo of Pinaapple zarda by Lata Lala at BetterButter
806
1
0.0(0)
0

અન્નાનાસ ઝરદા (મીઠા ભાત)

Aug-05-2018
Lata Lala
15 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

અન્નાનાસ ઝરદા (મીઠા ભાત) રેસીપી વિશે

ઝરદા, મીઠા ભાત આ એક ઉત્તર ભારત ના મુસ્લિમ જાતિ ની પારંપરિક અને ખાસ લગ્ન માં બનતી વાનગી છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ઈદ
  • ઉત્તર ભારતીય
  • સાંતળવું
  • મુખ્ય વાનગી

સામગ્રી સર્વિંગ: 4

  1. બાસમતી ચોખા ૧ કપ
  2. અન્નનાસ જ્યુસ ૧.૨૫ કપ
  3. અન્નનાસ ના ટુકડા ૧ કપ
  4. ખાંડ ૧/૨ કપ
  5. ૧/૪ ટીસ્પૂન કેસરના રેસા
  6. ૨ ટીસ્પૂન દૂધ કેસર માટે
  7. ૨ ટીપા પીળો રંગ (ફૂડ કલર)
  8. ૨ ટીપા કેવડા જળ
  9. લીંબુ નો રસ ૨ ટેબલસ્પૂન
  10. ૧ કપ  પાણી
  11. ૨ ટેબલસ્પૂન ઘી
  12. ૧ તમાલપત્ર
  13. ૪ એલચી
  14. ૩ થી ૪ તજના ટુકડા
  15. લવિંગ ૪
  16. મીઠું , સ્વાદાનુસાર
  17. ૧/૪ કપ કીસમીસ, કાજુ, પિસ્તા અને બદામ

સૂચનાઓ

  1. બાસમતી ચોખા સાફ કરીને ૧૫ મિનિટ પલાળી રાખ્યા બાદ ધોઇને નીતારીને બાજુ પર રાખો.
  2. એક નાના બાઉલમાં હુંફાળા દૂધ સાથે કેસરના રેસા મેળવી સારી રીતે મિક્સ કરી બાજુ પર રાખો.
  3. એક ખુલ્લા નૉન-સ્ટીક પૅનમાં ઘી ગરમ કરી તેમાં સૂકા મેવા મેળવી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી તે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળી ઠંડા થવા બાજુ પર રાખો.
  4. એક મોટી તપેલી માં પાણી અને અન્નનાસ જ્યુસ નાખી ગરમ કરો
  5. આમાં પીળો ફૂડ કલર નાખી પલાળેલા ચોખા નાખો
  6. લીંબુનો રસ નાખી ચોખા ૯૦ % રાંધી લઓ
  7. તરત જ ચાળણી માં કાડીને થાળી માં ખુલ્લા કરીને રાખો જેથી તે એક બીજા ને ચોંટેલા ના રહે
  8. એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં ઘી ગરમ કરી તેમાં તમાલપત્ર, એલચી, લવિંગ અને તજ મેળવી મધ્યમ તાપ પર થોડી સેંકડ સાંતળી લો.
  9. એમાં વધેલું જ્યુસ અને સાખર નાખી અન્નનાસ ના ટુકડા નાખો અને એ નરમ થાય ત્યાં સુધી શિજવો
  10. આમાં અગાઉથી રાંધેલા ચોખા નાખી તેમાં કેસર વાળું દૂધ અને કેવડા જલ નાખો
  11. ચોખા ને અલુમિનિમ ફોઈલ થી ઢાંકીને ધીમા તાપે શિજવો
  12. જ્યારે આમાંનું પાણી સુકાઈ જાય અને ચોખા ખુલ્લા ખુલ્લા તબાઈ જાયે તો ગેસ બન્દ કરી ફોઈલ કાઢી નાખો
  13. સર્વ કરતી વખતે એની ઉપર સાંતળેલા સૂકા મેવા નાખો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર